Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ઉત્તરપ્રદેશ- ટ્રિપલ તલાકનો મુદ્દો વર્તમાન સમયમાં ચર્ચાનો વિષય છે. યુપી સરકાર પણ મુસ્લિમ મહિલાઓના આ મુદ્દાને ગંભીરતાથી લેતી જોવા મળી છે. જેને લઈને રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ જલ્દીથી આ મામલે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઇ શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે, યોગી સરકાર ટ્રિપલ તલાકનો ભોગ બનેલી મહિલાઓ માટે આશ્રય ગૃહ બનાવવાની તૈયારી કરી રહી છે. આ આશ્રય ગૃહ વક્ફ બોર્ડની જમીન પર બનાવવામાં આવશે.

કેબીનેટમાં રજૂ કરવામાં આવશે ડ્રાફ્ટ

યોગી સરકારનો મહિલા કલ્યાણ વિભાગ વક્ફ બોર્ડની જમીન પર ટ્રિપલ તલાકનો ભોગ બનેલી મહિલાઓ માટે આશ્રય ગૃહ બનાવવા જઈ રહ્યો છે. જેનો ડ્રાફ્ટ જલ્દીથી કેબીનેટમાં રજૂ કરવામાં આવશે. કેબીનેટ પ્રધાન રીતા બહુગુણા જોશીએ આ કામમાં પોતાની રૂચી દર્શાવી છે. જેથી તેઓ જલ્દીથી મુસ્લિમ મહિલાઓને લઈને યોગી સરકારના એજેન્ડાને કેબીનેટમાં રજૂ કરશે.

મહત્વનું છે કે, યુપી સરકાર મહિલાઓની મદદ માટે ‘રાણી ઝાંસી યોજના’ ચલાવે છે. આ યોજના હેઠળ અશક્ત મહિલાઓને સરકારી મદદ પહોંચાડવામાં આવે છે. સરકાર હવે આ યોજનાઓ દ્વારા ટ્રિપલ તલાકથી પીડિત મહિલાઓને જોડવાની તૈયારી કરી રહી છે. ટ્રિપલ તલાકની શિકાર મહિલાઓને આર્થિક મદદ પણ આપવામાં આવશે.

આપને જણાવી દઈએ કે, યોગી આદિત્યનાથના જનતા દરબારમાં પણ મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ પહોચી છે. જે ટ્રિપલ તલાકથી પીડિત છે. આ પહેલા પણ ભાજપે યુપી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન ટ્રિપલ તલાકને મોટો મુદ્દો બનાવ્યો હતો. યુપીમાં બંપર જીત પાછળ પણ ભાજપે મુસ્લિમ મહિલાઓના સમર્થનને મહત્વનું માન્યું હતું. એવામાં ભાજપ 2019ની લોકસભા ચૂંટણી માટે મુસ્લિમ સમાજના આ તબક્કાને પોતાની સાથે જોડવાના મૂડમાં છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS