Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી– એફએમસીજી સેક્ટરમાં અન્ય કંપનીઓની ઉંઘ હરામ કર્યા બાદ યોગગુરુ બાબા રામદેવે હવે 40 હજાર કરોડ રૂપિયાના પ્રાઈવેટ સેક્ટરમાં એન્ટ્રી કરી છે. બાબા રામદેવે હરિદ્વારમાં પરાક્રમ સુરક્ષા પ્રાઇવેટ લિમિટેડ નામથી પોતાની પ્રાઇવેટ સિક્યોરિટી ફર્મની શરૂઆત કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કંપનીએ આર્મીના અને પોલીસના રીટાયર્ડ કર્મચારીઓને પ્રશિક્ષક તરીકે નિયુક્ત કર્યાં છે. યોગગુરુ બાબા રામદેવ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર કંપનીનું લક્ષ્ય યુવાનોમાં દેશભક્તિની ભાવનાનો સંચાર કરવાનું અને પ્રશિક્ષણ પ્રાપ્ત કરનારા લોકોના શારીરિક તેમ જ માનસિક વિકાસને અનુરૂપ માહોલ તૈયાર કરવાનુ છે.

બાબા રામદેવે “પરાક્રમ સુરક્ષા,આપકી રક્ષા”ના નારા સાથે કંપનીનું ઉદઘાટન કર્યુ હતું અને જણાવ્યું હતું કે પતંજલિએ લોકોને યોગ, આયુર્વેદ તેમ જ સ્વદેશી ઉત્પાદનો અંગે  જાગૃત કર્યા છે. અમારું લક્ષ્ય લોકોમાં સુરક્ષાની ભાવના ભરવાનું અને આપણા દેશની રક્ષા માટે કામ કરવાનું છે. સાથે જ બાબા રામદેવે જણાવ્યું કે આ વર્ષના અંત સુધીમાં અમારી કંપનીની આખા દેશમાં શાખાઓ હશે.

છેલ્લાં કેટલાક વર્ષોમાં પ્રાઇવેટ સિક્યોરિટી બિઝનેસમાં સારી તેજી આવી છે. ભારતી વાણિજ્ય તેમ જ ઉદ્યોગ મહાસંઘના અભ્યાસ અનુસાર અત્યારે લગભગ 40 હજાર કરોડ રૂપિયાનું આ સેક્ટર વર્ષ 2020 સુધીમાં 80 હજાર કરોડ રૂપિયાનો વ્યવસાય કરશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS