Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

વોશિંગ્ટન- નોટબંધી બાદ ચાલુ નાણાકીય વર્ષ માટે વિશ્વ બેંકે ભારતના આર્થિક વિકાસ દરના અનુમાનમાં ઘટાડો કર્યો છે. પહેલાં ભારતનો આર્થિક વિકાસ દર 7.6 ટકા રહેવાનું અનુમાન હતું જે હવે વિશ્વ બેંકે ઘટાડીને 7 ટકા રહે તેવી શકયતા દર્શાવી છે.  આ સાથે જ વિશ્વ બેંકે એમ પણ  કહ્યું છે કે, આવનારા વર્ષોમાં દેશનો વિકાસ ઝડપથી આગળ વધશે અને તે ફરીથી 7.6 અને 7.8 ટકાના સ્તરને પ્રાપ્ત કરી લેશે.

વિશ્વ બેંકે એક રીપોર્ટમાં જણાવ્યું હતું  કે, સરકારના નોટબંધીના  નિર્ણયથી વર્ષ 2016માં આર્થિક વિકાસ મંદ પડી ગયો છે. જેથી આગામી માર્ચ 2017માં પૂર્ણ થયેલા નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ દર 7 ટકા રહે તેવી સંભાવના છે. જો કે, તેલની  કિંમતોમાં આવેલા ઘટાડા અને ખેત ઉત્પાદનમાં થયેલી વૃદ્ધિને કારણે આગામી સમયમાં નોટબંધીની અસર ઓછી થઈ જશે.  વિશ્વ બેંકનું અનુમાન છે કે, આગામી નાણાંકીય વર્ષ 2017-18માં ભારત ઝડપથી વિકાસ સાધી આર્થિક વૃદ્ધિ દર 7.8 ટકાને પ્રાપ્ત કરી લેશે.

વિશ્વ બેંકનું કહેવું છે કે, સરકાર દ્વારા જુદાજુદા ક્ષેત્રોમાં કરાયેલા સુધારાને કારણે ઘરઆંગણે પુરવઠાની સમસ્યા દૂર થશે સાથેસાથે ઉત્પાદનમાં પણ વધારો થશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ વધવાને કારણે બિઝનેસ માટે અનુકુળ વાતાવરણ ઉંભુ થશે અને ભવિષ્યમાં વધુ માત્રમાં વિદેશી રોકાણ પણ આવશે.

મેક ઈન ઈન્ડિયાને કારણે દેશના મેન્યફેક્ચરિંગ સેક્ટરને મદદ મળશે. અને આ ક્ષેત્રમાં ઘરેલુ માગ અને નિયમોમાં કરેલા સુધારાનો પણ લાભ મળશે. જો કે નોટબંધી બાદ ઉભી થયેલી પરિસ્થિને કારણે જીએસટી અને શ્રમ સુધારણા જેવા નીતિગત આર્થિક સુધારાની યોજાનાઓ ધીમી પડે તેવી શકયતા છે. નોટબંધી  બાદ નેપાળ અને ભૂટાનની અર્થવ્યવસ્થા પર પણ પ્રતિકુળ અસર પડી શકે છે. કારણ કે, આ દેશોની અર્થવ્યવસ્થાઓને મની ઓર્ડર મારફતે ભારતમાંથી મોટાપાયે નાણાં મોકલવામાં આવતા હતાં.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS