Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – હરિયાણાવાસી વિજેન્દર સિંહ બેનીવાલે ગઈ કાલે અહીં બેટલગ્રાઉન્ડ એશિયા ફાઈટમાં ચીનના ઝુલ્ફીકાર મૈમૈતિયાલીને હરાવીને WBO એશિયા પેસિફિક સુપર મિડલવેટ ટાઈટલ હાંસલ કર્યું હતું અને પ્રોફેશનલ કારકિર્દીમાં પોતાની સતત 9મી જીત નોંધાવી છે.

બેટલગ્રાઉન્ડ એશિયા ફાઈટ નામનો મુકાબલો જોવા માટે બોલીવૂડ હસ્તીઓ સહિત દર્શકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દર્શકોમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ગુલશન ગ્રોવર, સોનુ સૂદ, સંગીતકાર અનુ મલિક, ભૂતપૂર્વ હોકી ખેલાડી ધનરાજ પિલ્લે અને યોગગુરુ બાબા રામદેવ પણ ઉપસ્થિત રહ્યા હતા.

31 વર્ષીય વિજેન્દરે 10 રાઉન્ડના મુકાબલાના પહેલા રાઉન્ડમાં સાવધાનીપૂર્વક શરૂઆત કરી હતી. ઝુલ્ફીકાર પણ એકાદ-બે વાર એટેકે કરીને ડિફેન્સિવ રહ્યો હતો.

બીજા રાઉન્ડમાં વિજેન્દરે તેના 23 વર્ષીય હરીફ પર એટેક કરવાનું શરૂ કર્યું હતું.

2015માં પ્રોફેશનલ બોક્સર બનેલા આ બંને હરીફ વચ્ચે ત્રીજા અને ચોથા રાઉન્ડમાં વધારે રસપ્રદ ટક્કર જોવા મળી હતી, પણ એમાં વિજેન્દર વધારે શક્તિશાળી રહ્યો હતો..

પાંચમા રાઉન્ડમાં વિજેન્દરે જોરદાર એટેક કર્યો હતો અને પોતાની સરસાઈ જાળવી રાખી હતી. એ રાઉન્ડમાં એના અપર કટનો ચાઈનીઝ બોક્સર પાસે કોઈ જવાબ નહોતો.

રેફરીએ ઝુલ્ફીકારને ખોટા શોટ માટે ચેતવ્યો પણ હતો. અને છઠ્ઠા રાઉન્ડમાં તો એને ચેતવણી મળી હતી. ખેલ ભાવના વિરુદ્ધનો પંચ મારવા બદલ ઝુલ્ફીકાર પોઈન્ટ્સ ગુમાવવા પડ્યા હતા.

સાતમા અને આઠમા રાઉન્ડમાં ઝુલ્ફીકારે એટેક કર્યો હતો, પણ વિજેન્દરે એનો જોરદાર રીતે વળતો જવાબ આપ્યો હતો. બંનેમાં વિજેન્દર વધારે થાકેલો જણાયો હતો.

નવમા રાઉન્ડમાં ઝુલ્ફીકારના ખોટા પંચને કારણે મુકાબલો અટક્યો હતો. રેફરીએ ત્યારે પણ એને ફરીથી ચેતવ્યો હતો.

અંતિમ રાઉન્ડમાં વિજેન્દર સંઘર્ષ કરતો દેખાયો હતો. અંતે જજીસે પોઈન્ટ્સના આધાર પર વિજેન્દરને વિજેતા ઘોષિત કર્યો હતો.

વિજેન્દર હવે પ્રો-બોક્સિંગમાં 9માંથી સાત મુકાબલા નોક-આઉટ જીત્યો છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS