Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

લંડન – કરોડો રૂપિયાના દેવામાં ડૂબી ગયેલા ઉદ્યોગપતિ અને ભારતમાં અનેક બેન્કોની કરોડો રૂપિયાની લોન લઈને ન ચૂકવનાર વિજય માલ્યાની લંડનમાં સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે ધરપકડ કરી હતી, પણ ગણતરીના જ કલાકોમાં સ્થાનિક કોર્ટે એમને જામીન પર છોડી મૂક્યા હતા.

લંડનના સમય મુજબ સવારે લગભગ 9.30 વાગ્યે ધરપકડ કરાયા બાદ માલ્યાને વેસ્ટમિન્સ્ટર શહેરની મેટ્રોપોલિટન કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા અને ટૂંક સમયમાં એમની સોંપણી ભારતને કરવામાં આવશે એવા અહેવાલો હતા, પણ કોર્ટે ત્રણેક કલાક બાદ માલ્યાને જામીન પર છોડી મૂક્યા હતા.

ઉલ્લેખનીય છે કે, માલ્યાની માલિકીની કિંગફિશર એરલાઈને ભારતમાં અનેક બેન્કો પાસેથી 9 હજાર કરોડ જેટલી લોન લીધી હતી. એ લોન પરત કરવાને બદલે માલ્યા દેશમાંથી ભાગી ગયા હતા. માલ્યાને પકડીને ભારતને સોંપી દેવાની ભારત સરકારે બ્રિટિશ સરકારને વિનંતી કરી હતી.

વિજય માલ્યા સામે મની લોન્ડરિંગના ગુના અંગે પણ ફરિયાદ નોંધાઈ છે.

આ ઉદ્યોગપતિ ભારતમાં અનેક બેન્કોને લોન આપવામાંથી બચી જવા માટે ગયા વર્ષના માર્ચમાં ગૂપચૂપ ભારતમાંથી ભાગી ગયા હતા. ભારત સરકારે એમને ભાગેડૂ ઘોષિત કર્યા હતા.

ભારતની અદાલતોએ કોર્ટ કાર્યવાહી માટે પ્રત્યક્ષ હાજર થવાની અનેક સમન્સ નોટિસો મોકલી હોવા છતાં માલ્યા હાજર થયા નહોતા.

પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ શરૂ કરાયેલી તપાસના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ખાતે તપાસનીશ અધિકારીઓ સમક્ષ પણ માલ્યા હાજર થયા નહોતા.

આ વર્ષના જાન્યુઆરીમાં સીબીઆઈ વિશેષ કોર્ટે માલ્યા સામે બિન-જામીનપાત્ર વોરંટ ઈસ્યૂ કર્યું હતું. આ કેસ આઈડીબીઆઈ બેન્ક પાસેથી લીધેલી રૂ. 702 કરોડની લોન ડિફોલ્ટનો કેસ છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS