Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ગાંધીનગર-મહાત્મા મંદિરમાં 8મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2017 સમિટનો ગાંધીનગરના આંગણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન વિજય રુપાણીની યજમાની સાથે શરુ થઈ ચૂક્યો છે. જય જય ગરવી ગુજરાતના ગીત સાથે ભવ્ય કાર્યક્રમની શરુઆત થઈ હતી. બે કલાકના આ કાર્યક્રમમાં રતન ટાટા, મુકેશ અંબાણી સહિત 9 અગ્રયાયી ઉદ્યોગપતિઓ સંબોધન કરવાના છે. અંતે વડાપ્રધાન મોદી ઉપસ્થિતોને સંબોધન કરશે. આ સમિટમાં 25,000 એમઓયુ થવાની આશા રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવી રહી છે.

પીએમ અને સ્ટેજ પર ઉપસ્થિત મહાનુભાવો સમક્ષ ગાયક પાર્થિવ ગોહિલ અને તેમની ટીમ દ્વારા દ્વારા કવિ નર્મદ રચિત જયજય ગરવી ગુજરાત ગીત રજૂ કરવામાં આવ્યું હતું..ત્યારબાદ વાઇબ્રન્ટ ગુજરાત સંદર્ભે વિડીયો પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. જેમાં ગુજરાત ભાજપ સરકારની આગેવાનીમાં વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતના સર્વાંગી વિકાસની રજૂઆત કરવામાં આવી.

@VB2017-મુખ્યપ્રધાન વિજય રુપાણીએ આ સમારોહને સમગ્ર ભારત માટે ગર્વપ્રદ ગણાવી પીએમ મોદીના નામે સમિટને ડેડિકેટ કરી. વિદેશથી પધારેલા પાર્ટનર કન્ટ્રીઝના વડાઓનું ઉષ્માસભર સ્વાગત કર્યું. ગુજરાતની આર્થિક પ્રગતિ માટે સંતુલિત સાર્વજનિક વિકાસ પર ભાર મૂક્યો હતો.

@VB2017-વિશ્વના 100 દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

વાઈબ્રન્ટ ગુજરાતમાં પીએમ નરેન્દ્ર મોદીનું સંબોધનઃ

 • @VB2017- પીએમ નરેન્દ્ર મોદી સંબોધનની શરુઆતે તમામ મહાનુભાવોને આપ્યો આવકાર
 • નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી
 • 2003થી વાઈબ્રન્ટમાં સતત સહકાર આપતાં દેશો માટે આભાર. જાપાન અને કેનેડાનો ખાસ આભાર માન્યો
 • બિઝનેસ લીડરની ઉપસ્થિતિ પ્રેરણાદાયક, તેમના સહકાર વિના સફળતા ન મળતી. ટ્રુલી ગ્લોબલ ઇવેન્ટ
 • મહાત્મા ગાંધી, સરદાર પટેલની ભૂમિ, ભારતની વ્યાપારિક સૂઝસમજનું પ્રતિનિધિ પણ છે ગુજરાત
 • જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત… ગુજરાતીમાં બોલ્યાં
 • ગુજરાતમાં હાલમાં ચાલી રહેલો પતંગોત્સવ ઊંચા ઉડવાની પ્રેરણા આપનાર છે
 • અમારી મજબૂતી લોકશાહી છે. છેલ્લાં અઢી વર્ષમાં મોટા પરિણામ લોકશાહી સેટઅપના લીધે મળ્યાં
 • અમે રાજ્યો વચ્ચે હેલ્ધી કોમ્પિટિશન વિકસાવી, વર્લ્ડ બેંકે સહાયતા આપી
 • શિસ્તબદ્ધ અને ટેલેન્ટેડ યુવાનો ભારતની મોટી તાકાત. અમારા યુવાનો નોકરીની રાહ નથી જોતાં નોકરી આપવા માટે તૈયાર રહે છે
 • ભારક ઉપદ્વીપમાં કુદરત મહેરબાન છે જ્યાં તમામ ખેતી થાય છે
 • વિશ્વના ટોપ ટેન દેશોમાં ભારતનું સ્થાન આવે તે દિશામાં પ્રયત્નશીલ છીએ
 • અમારી સંસ્થાઓના સ્કોલર્સની ઓળખ વિશ્વભરમાં, ભારત વિશ્વનું આર એન્ડ ડી હબ બન્યું છે.
 • અમારુ મિશન પેરોડાઇમ શિફ્ટ છે જેના માટે કેટલાક પગલાં લીધાં જેના માટે અમે નિર્ણય લીધા
 • પોલિસી બેઝ એડમિનિસ્ટ્રેશન, બિનઅસરકારક નીતિઓને બદલવાનું ધ્યેય
 • આપણે વિશ્વના મોસ્ટ ડિજિટાઈઝ્ડ ઇકોનોમી બનવા તરફ છે
 • જીએસટીનું અમલીકરણ ઐતિહાસિક પગલુ હશે
 • જીડીપી, ઇકોનોમી ડેફિસિટ, એફડીઆઈ બધાં આર્થિક ક્ષેત્રમાં નવીનીકરણ
 • ભારત વિશ્વની ઇકોનોમીમાં એન્જીન ઓફ  ગ્લોબલ ગ્રોથ છે
 • અમારા યુવાનો માટે તકોના સર્જન માટે કેટલાક નિર્ણયો લેવાયા
 • સ્ટાર્ટઅપ્સ સહિતની યુવાનો માટેના નવા સેટઅપ માટે કામ કરાયું
 • મારી સરકાર ભારતીય અર્થતંત્રના રીફોર્મ માટે કટિબદ્ધ
 • વિશ્વમાં ત્રીજા સ્થાને વિકાશશીલ રાષ્ટ્રોની રેસમાં ભારત, લોજિસ્ટીક પરફોર્મન્સમાં સુધાર લાવ્યાં
 • દરેક દિવસે અમારી પૉલિસી અને પ્રક્રિયાઓને સરળ બનાવી વિકાસ તરફ ગતિ કરીએ છીએ
 • છેલ્લાં અઢી વર્ષમાં 130 બિલિયન સુધી એફડીઆઈ પહોંચાડી, એફડીઆઈ વધારવા સતત પ્રયત્નશીલ છીએ
 • ટોપ ટેન કન્ટ્રીઝમાં વધુ એફડીઆઈ મેળવવા માટે આગળ વધીશું
 • 2025માં પહેલાં નંબર પર પહોંચવાની કોશિશ કરીશું ઉત્પાદન, ડિઝાઇનિંગમાં મેઇક ઇન ઇન્ડિયા દુનિયાની નજરમાં રોકાણ કરવા ડેસ્ટિનેશન બનાવ્યું છે
 • રાજ્યો વચ્ચેની સ્પર્ધામાં ગુડ ગવર્નન્સને યુઝર ફ્રેન્ડલી બનાવતાં બહારના લોકો વધુ આવ્યાં
 • ગુજરાત સરકારને વિકાસશીલતા માટે અભિનંદન. વિદેશી રોકાણ આકર્ષવા માટે સફળ રહ્યું ગુજરાત.
 • રોજગાર વિસ્તાર અને મધ્યમવર્ગની ખરીદશક્તિ વધારી.
 • ભારતમાં ગ્રામીણ અને શહેરના સંતુલિત વિકાસના પક્ષમાં અમારી સરકાર છે
 • અમારી વિકાસની જરુરતો ખૂબ મોટી છે, દરેક ગરીબને પોતાનું ઘર 2022 સુધીમાં હોય તે સપનું લઇને ચાલીએ છીએ.
 • સ્વચ્છ ઊર્જા, શુદ્ધ પર્યાવરણ સાથેનું ઉત્તમ કક્ષાનું જીવનધોરણ આપવા માટે તમામ પ્રયત્ન
 • અમારી ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ યોજનાઓ, ટુરિઝમ, સોલાર ઊર્જા, વીજળી પહોંચાડવાનું સ્વપ્ન
 • 175 ગીગાવોટ વીજળી ઉત્પાદન કરવાનું અમારું લક્ષ્ય, ગ્લોબલ વોર્મિંગ સામે લડત આપવા માટે અમે પણ સહકાર આપીશું, ઊર્જા ઉત્પાદનમાં સહકાર આપવા તમને પણ આમંત્રણ છે
 • અમે બે શતક શોષણમાં ખપાવી દીધાં છે, હવે આવનાર 2 શતક તમામ વિકાસની સંભાવનાઓ તરફ જવા ઇચ્છીએ છીએ
 • ખાતરી આપું છું કે તમને જ્યારે મારી જરુર હશે ત્યારે હું ઉપલબ્ધ રહીશ…
 • તમારો આભાર, ગુજરાતના ભાઈઓ….આવજો…

રતન ટાટાનું સંબોધનઃ

@VB2017- ટાટા ચેરમેન રતન ટાટાએ કર્યું સંબોધન. કાર ઉત્પાદન એકમની સ્થાપનામાં મોદીના સહકારનો ઉલ્લેખ કર્યો. ગુજરાતને દેશના વિકાસનો ચહેરો ગણાવ્યો. ‘હું બી ગુજરાતી છઉ..અને આપણે પાછા ગુજરાતમાં આયા છ’..કહી સંબોધન કર્યું પૂર્ણ.

મુકેશ અંબાણીનું સંબોધનઃ

@VB2017- 8મી સમિટમાં હાજર રહેવા માટે ગુજરાતી તરીકે ખૂબ આનંદિત હોવાના ઉલ્લેખ સાથે રીલાયન્સ ચેરમેન મુકેશ અંબાણીએ કર્યું સંબોધન.તમામ સમિટમાં હાજર રહેવાનો આનંદ વ્યક્ત કર્યો. મોદીને ગ્રેટ ટ્રાન્ફોર્મેડ લીડર ગણાવ્યાં. મોદી સરકારના મેક ઇન ઇન્ડિયા સહિતના  કેમ્પેઇન યાદ કર્યાં ડિજિટલ ઇન્ડિયાને સૌથી વધુ શ્રેષ્ઠ ગણાવી પોતાનો તમામ સહકાર આપવાની ખાતરી આપી. દીવાળી સુધીમાં સમગ્ર ગુજરાત જિઓમાં કવર કરી લેવાશે. ગુજરાતમાં 2.40 લાખ કરોડનું રોકાણ છે. પીડીપીયુને ટોપમોસ્ટ બનાવવા 150 કરોડ રોકાણ કરીશું. માર્ચ 2017 સુધીમાં 10000 કરોડનું વધુ રોકાણ કરીશું.રીલાયન્સ જીઓ ગુજરાતની તમામ હોસ્પિટલ, કોલેજો અને સ્કૂલોને જોડશે.

ગૌતમ અદાણીનું સંબોધનઃ

@VB2017- અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીનું સંબોધન. ગૃહરાજ્ય ગુજરાતને પરિવર્તનનું અગ્રણી ગણાવ્યું. અત્યાર સુધી 48 હજાર કરોડનું રોકાણ કર્યું છે. અદાણી પોર્ટઆગામી પાંચ વર્ષમાં 16,700 કરોડ રુપિયા મુંદ્રામાં રોકાણ કરશે. હજીરા ટ્રેક કોરિડોર, રીન્યૂએલ એનર્જી,  2021 સુધીમાં રોકાણ વધારશે.અદાણી વિલ્મર એકમ વિસ્તારશે. વોટર અને સીમેન્ટમાં પ્લાન્ટ સ્થાપશે. 25000 સ્થાનિકોને રોજગાર પૂરો પાડશે.

ડેવિડ ફારનું સંબોધનઃ

@VB2017-એમર્સન ઇલેકટ્રિક સીઇઓ ડેવિડ ફારનું સંબોધન. ભારતમાં બિઝનેસ પહેલાં કરતાં સરળ બન્યો. મેઇક ઈન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા સહિતના 2020 સુધીના વિઝનને વખાણ્યાં..ફૂડ સેક્ટર, રોડ કન્સ્ટ્રકશન સહિતના કેટલાક ક્ષેત્રમાં ઉત્પાદન એકમ તરીકે ભૂમિકા ભજવવા ઉત્સુકતા જતાવી.

સુઝુકીના ચેરમેન

@VB2017- સુઝૂકીના ચેરમેન ગુજરાતમાં આગામી માસથી તેમનો પ્લાન્ટ કાર્યરત થશે. ભવિષ્યમાં ગુજરાત પ્લાન્ટની ક્ષમતા 7,50000 થી વધુ કરાશે.ગુજરાતમાં વધુ રોકાણની ઉમ્મીદ સાથે તેમના બાદ મંચ પર ઉપસ્થિત વિદેશી મહાનુભાવોએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટને વ્યાપારિક સમૃદ્ધિ માટેનો યોગ્ય ઉપક્રમ ગણાવી પોતાની રજૂઆતો કરી. સ્કીલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, મેઇક ઇન ઇન્ડિયામાં ગુજરાતના વિઝનને વખાણવામાં આવ્યું. જેરેમી વિયર ટ્રાફિગ્યૂરોના સીઇઓએ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભારતની નિકાસ વધવાનું જણાવ્યું. ગુજરાતમાં મજબૂત ગ્રોથથી આકર્ષણ વધ્યું.

@VB2017-ફેરફેક્સ ફાયનાન્સના સીઇઓ પ્રેમ વત્સાઃભારતમાં બદલાયેલી નવી મોદી સરકારને સૌથી સારી સરકાર ગણાવી.67 વર્ષમાં ભારતે સૌથી સારી સરકાર મોદી સરકાર. સિંગાપુર કરતાં ભારત મોટો તેથી વધુ વિકાસની તક. ભારતમાં 5 મિલિયન યુએસ ડોલર રોકાણ કર્યું

@VB2017-યુએસ સીસ્કો ચેરમેન જોન ચેમ્બરઃ ગુજરાત અને ભારતમાં અલગ પ્રકારની ઊર્જા. મોદીના નેતૃત્વમાં અમલીકરણ સુધર્યું. મેન્યુફેક્ચરિંગમાં આવીશું.

@VB2017-AIIB ચેરમેન ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધુ કામ કરીશું. ભારતના ડેવલપમેન્ટમાં મોદી સરકારની તત્પરતામાં સહકાર કરીશું.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS