Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઇ-સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં મુંબઈની સીબીઆઈ કોર્ટે નિવૃત્ત આઈપીએસ અધિકારી ડી.જી વણઝારા અને આઈ.પી.એસ અધિકારી દિનેશ એમ.એનની કેસમાંથી ડિસ્ચાર્જ એપ્લિકેશન સ્વીકારી લીધી છે. બંને આઈપીએસને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે.

આ કેસ સંદર્ભે મુંબઈની ખાસ સીબીઆઈ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. મહત્વનું છે કે થોડા સમય પહેલા સી.બી.આઈની એક સ્પેશિયલ કોર્ટે સોહરાબુદ્દીન શેખ અને તુલસી પ્રજાપતિના કથિત નકલી એન્કાઉન્ટરમાં મૃત્યુ અંગે ગુજરાતના આઈ.પી.એસ અધિકારી રાજ કુમાર પાંડિયનને આરોપ મુક્ત કર્યા હતા.

 

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ સપ્ટેમ્બર 2012માં સીબીઆઈની વિનંતીને લઈ મુંબઈમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સપ્ટેમ્બર 2013માં સુપ્રીમ કોર્ટે તુલસીરામના કેસને સોહરાબુદ્દીનના કેસ સાથે મર્જ કરી દીધો હતો.

સીબીઆઇએ બંને કેસમાં ડી.જી.વણજારા સહિત 38 કરતાં વધુ પોલીસ ઓફિસરની ધરપકડ કરી હતી. જેમાં હાલ તમામ આરોપીઓ જામીન પર બહાર આવી ગયાં છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS