Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

વડોદરા- ભરતકામ કરવાની આડમાં ચાલતો હતો દેહ વ્યાપાર. પશ્ચિમ બંગાળથી સ્વરૂપવાન યુવતીઓને લાવી ભાડાના મકાનમાં ભરત કામ કરવાના બહાને રાખી દેહવેપાર ચલાવવામાં આવતો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં દેહ વ્યાપાર ચલાવતા 3 દલાલોની ધરપકડ કરવામાં આવી છે.

જ્યારે પણ ઇચ્છુક ગ્રાહકો આવે ત્યારે સ્વરૂપવાન યુવતીઓને ખાટલા પર ભરત કામ કરવા માટે બેસાડી તેની પસંદગી કરાતી હતી, અને પસંદ કર્યા બાદ તેનો ભાવ નક્કી કરવામાં આવતો હતો. યુવતીઓ સાથે રૂમ પર આવવાની અનુકુળતા ન હોય તો દલાલો વોટ્સએપના માધ્યમથી સ્વરૂપવાન યુવતીઓના હોટ પોઝ વાળા ફોટો મોકલી આપતા, અને જેને પણ યુવતી પસંદ પડે તેના નક્કી કરેલા ભાવ ચૂકવી તેને ગ્રાહક દ્વારા જણાવેલ સરનામે મોકલી આપતાં હતાં.

ભરતકામની આડમાં ચાલતાં દેહ વેપારનો શહેર એસઓજી પોલીસની ટીમે પર્દાફાશ કરી ત્રણ દલાલોની ધરપકડ સાથે, કુલ 7 જેટલી પરપ્રાંતીય સ્વરૂપવાન યુવતીઓને દેહવેપારના ધંધામાંથી છૂટકારો અપાવ્યો છે. જોકે સમગ્ર મામલે મહિલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી સેક્સ રેકેટના મુખ્ય સૂત્રધાર મુલ્લા કરીમ અહુદલી ફરાર થઇ ગયો હોવાથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, શહેરના છાણી વિસ્તારમાં આવેલા સમર્પણ ટેનામેન્ટ ખાતે એક વર્ષ અગાઉ કોલકત્તાના મુલ્લા કરીમ અહુદલીએ એક મકાન ભાડે રાખ્યું હતું. અને તેનો સાગરીત અબ્દુલ વહાબ દિવાન કોલકત્તાથી 20થી 24 વર્ષની ઉંમરની સ્વરૂપવાન યુવતીઓને વડોદરા લાવી ભાડે રાખેલા મકાનમાં રાખી દેહવેપાર કરાવતો, જેમાં સ્વરૂપવાન યુવતીઓને લેવા મુકવા માટે વિજેન્દ્ર ગુપ્તા અને અબ્દુલ વહાબ દિવાન સર્વિસ પુરી પાડતાં હતાં.

છેલ્લા એક વર્ષથી છાણી સ્થિત સમર્પણ ટેનામેન્ટમાં ચાલતા આ ગોરખધંધાની કોઈને ગંધ ન આવે તે માટે એક કીમિયો અપનાવ્યો હતો. જેમાં તેઓ ઘરના ડ્રોઇંગ રૂમમાં એક ખાટલો પાથરી રાખતાં, અને જ્યારે પણ કોઇ ગ્રાહકો આવે ત્યારે ખાટલા પર સાડીઓ પાથરી દેતા અને યુવતીઓને ભરત કામ કરવા બેસાડી દેતાં હતાં. જેથી આસપાસમાં રહેતા લોકોને લાગતું કે ભરત કામનું કામ ચાલે છે.

આ કામ માટે 4 હજારની રકમ વસૂલવામાં આવતી હતી. અને યુવતીઓને બહાર મોકલવા માટે રૂ. 8 હજાર અને એક નાઇટ માટે રૂ. 12 હજાર વસૂલવામાં આવતાં હતાં.

પોલીસ ઝડપાયેલા ત્રણેય દલાલો પાસેથી 5 મોબાઇલ ફોન, બે ટુ-વ્હિલર વાહનો તેમજ કોન્ડમના પેકેટ મળી કુલ રૂ. 98,920નો મુદ્દામાલ કબજે કર્યો છે. બનાવને પગલે મહિલા પોલીસ સ્ટેશન ખાતે વુમન ટ્રાફિકીંગનો ગુનો નોંધી દેહવેપાર ચલાવનાર મુખ્યસૂત્રધારને ઝડપી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS