Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

વોશિંગ્ટન – આતંકવાદનું flagsએક્સપોર્ટ-ઇમ્પોર્ટ બંધ કરો નહીંતર આર્થિક સહાય ગુમાવશો એવી સ્પષ્ટ ચેતવણી અમેરિકાએ પાકિસ્તાનને આપી છે. અફઘાનિસ્તાનને તાલિબાનના સકંજામાંથી મુક્ત કરવાના અમેરિકાના પ્રયાસોમાં પાકિસ્તાને સાથ આપ્યો તેના નામે અત્યાર સુધી પાકિસ્તાનને અમેરિકાએ કરોડો ડોલરની આર્થિક સહાય આપી છે અને હવે આતંકવાદના સફાયાના નામે પાકિસ્તાન અમેરિકા પાસેથી સમયાંતરે મોટી રકમ ખંખેરી રહ્યું છે. હાલમાં પાકિસ્તાનની આડોડાઇના કારણે ભારત-પાકના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સ્તરની વાતચીત રદ્દ થઇ અને બોર્ડરે પાકિસ્તાન તરફથી સતત થઇ રહેલી ઉશ્કેરણીના પગલે ઇસ્લામાબાદ દોડી આવેલા અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સુસાન રાઇસના અહેવાલના આધારે અમેરિકાએ પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું છે કે અફઘાનિસ્તાનમાંથી આતંકવાદીઓની આયાત થાય છે અને ભારતમાં ભાંગફોડ માટે નવાં નવાં આતંકવાદી કાવતરાં ઘડાઇ રહ્યાં છે. આતંકવાદની આવી ખેતી અને આયાત-નિકાસ બંધ નહીં થાય તો અમેરિકા આર્થિક સહાય બંધ કરી શકે છે.

ખરેખર તો ઓસામા બિન લાદેનના ખાતમા બાદ અમેરિકા સમજી ગયું હતું કે અમેરિકાના પૈસાથી પાકિસ્તાનની આર્મી અને જાસુસી સંસ્થા આઇએસઆઇ પડદા પાછળ આતંકવાદની આળપંપાળ કરી રહ્યું છે. ખંધા ચીન સાથેની પાકિસ્તાનની દોસ્તી પણ અમેરિકાને આંખમાં કણાની જેમ ખટકે છે. ભારત-અમેરિકાના મજબૂત થતાં જતા સંબંધોના પગલે અમેરિકાએ પાકિસ્તાનને આવી ચેતવણી આપી હોવાનું ચચાર્ઇ રહ્યું છે.

 

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS