Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી- કેરેબિયાઈ ક્ષેત્રમાં તબાહી મચાવ્યા બાદ ઈરમા નામનું આ વાવાઝોડુ અમેરિકાના ફ્લોરિડા રાજ્યના દક્ષિણી દ્વિપ સમૂહ સાથે ટકરાયું હતું. વાવાઝોડાને કારણે ત્રણ લોકોના મોત થયાં છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખીને ભારતીય મૂળના હજારો અમેરિકી નાગરિકો સહિત લાખો લોકોને રાજ્યની બહાર મોકલી દેવામાં આવ્યા છે.

વાવાઝોડાની ગતિવિધી પર સતત નજર રાખી રહેલા કેન્દ્રએ જણાવ્યું કે આ વાવાઝોડાને લઈને ફ્લોરિડાના કીઝ સહિત ફ્લોરિડા પશ્ચિમ તટના મોટા ભાગના વિસ્તારોની આસપાસ પૂર આવવાનો ભય છે. વાવાઝોડાને લઈને ચેતવણી જાહેર કરવામાં આવી છે. શ્રેણી-4ના આ તોફાન ફ્લોરિડામાં ટકરાતાં જ રાજ્યમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મૃત્યુનો રીપોર્ટ મળ્યો છે.

વાવાઝોડાનેને લઈને થયેલી તબાહીને જોતા 63 લાખથી વધારે લોકોને ફ્લોરિડા છોડવા માટે કહેવામાં આવ્યું છે. કારણકે તોફાનના રસ્તામાં આવતાં કોઈપણ વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવો પડી શકે છે.

ભારતીય મૂળના અમેરિકી નાગરિકોને બચાવાયા

ઈરમા પહેલા જ કેરેબીયાઈ ક્ષેત્રના કેટલાય વિસ્તારોમાં તબાહી મચાવી ચૂક્યું છે. ત્યારે આ વાવાઝોડાને લઈને 25 લોકોના મૃત્યું થયા હતા. કેરેબીયાઈ ક્ષેત્રમાં સેંટ માર્ટિન દ્વીપથી આશરે 60 ભારતીય લોકોને બચાવવામાં આવ્યા છે. ફ્લોરિડામાં આશરે 1 લાખ 20 હજાર ભારતીય મૂળના અમેરિકી નાગરિકો રહે છે. અને આ પૈકીના હજારો નાગરિકો વાવાઝોડાગ્રસ્ત એવા મિયામી, ફોર્ટ લોડરડેલ અને ટેમ્પા જેવા વિસ્તારોમાં રહે છે.

અટલાન્ટા ક્ષેત્રમાં મંદિરોમાં આપ્યું શરણ

અટલાન્ટા ક્ષેત્રમાં ચાર મંદિરોએ ફ્લોરિડાથી આવેલા લોકોને શરણાગતિ આપી છે. મોટા પ્રમાણમાં અહીંયા ઉપસ્થિત લોકોને સરકારે જગ્યા ખાલી કરવા માટે જણાવ્યું હતુ. ત્યારે ડચ વડાપ્રધાન માર્ક રૂટે જણાવ્યું કે વાવાઝોડા ઈરમાના કેરેબિયાઈ દ્વિપ સેંટ માર્ટિનના ડચ ભાગથી ટકરાવાના કારણે ત્યાં મરનારા લોકોની સંખ્યા  વધીને ચાર થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે દ્વીપ પર ઈરમાએ વરેલા વિનાશ બાદ મૃતકોની સંખ્યા વધીને ચાર થઈ ગઈ છે. મરનારા લોકોમાંથી બે લોકોની ઓળખ થઈ શકી નથી.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS