Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

વોશિંગ્ટન– અમેરિકાના બોસ્ટનની કન્સ્ટ્રકશન ઇજનેરી કંપની દ્વારા ભારતની નેશનલ હાઇ વે ઓથોરિટી ઓફ ઇન્ડિયા- એનએચએઆઈ- અધિકારીઓને મસમોટી લાંચ આપી કામ લીધું હોવાના સમાચાર છે.

કથિતપણે અમેરિકી કંપનીએ એનએચએઆઈને 11.8 લાખ ડૉલર-7.6 કરોડ ડૉલરની લાંચ આપી કોન્ટ્રાકેટ મેળવ્યાંનો આરોપ લાગ્યો છે. આ લાંચ આપવાનો સમયગાળો 2011થી 2015 સુધીનો છે.

આ જાણકારી યુએસના જસ્ટિસ ડીપાર્ટમેન્ટે આપી છે અને હવે ભારત સરકાર આ આરોપની તપાસ કરાવે તેવો આદેશ આપે તેમ જણાવાશે.

જસ્ટિસ ડીપાર્ટમેન્ટના ક્રિમિનલ ડિવિઝને 21 જૂને લખેલાં પત્રમાં જણાવ્યું છે કે સીડીએમ સ્મિથે કર્મચારીઓ અને એજન્ટ મારફતે હાઇ વે કન્સ્ટ્રક્શનની દેખરેખ અને કોન્ટ્રેક્ટની ડિઝાઇન તથા વોટર પ્રોજેક્ટ કોન્ટ્રેક્ટ માટે સરકારી અધિકારીઓને 1.18 અબજ કરોડ ડટલરની લાંચ આપી હતી. વધુમાં જણાવાયું હતું કે આ કોન્ટ્રેકટથી સ્મિથની સીડીએમ ઇન્ડિયા કંપનીએ 40 લાખ ડૉલરની કમાણી કરી હતી.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS