Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

લખનઉ- યુપી વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા પછી તમામ સંભાવનાઓને અચાનક બદલીને ભાજપના સીએમ પદના નામ માટે યોગી આદિત્યનાથનું નામ મંજૂર કરાયું છે. શનિવારે ધારાસભ્યોના દળની બેઠકમાં ઔપચારિક રીતે યોગી આદિત્યનાથનું નામ રજૂ થતાં જ તેમને ધારાસભ્યોના નેતાની વરણી કરી દેવામાં આવી હતી. યોગી આદિત્યનાથ ગોરખપુર લોકસભાની બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.

કેશવ પ્રસાદ મૌર્ય અેન દિનેશ શર્માને યુપીના ડેપ્યુટી સીએમ પસંદ કરાયા છે. લખનઉમાં વેંકૈયા નાયડુએ પ્રેસ કોન્ફરન્સ કરીને સત્તાવાર માહિતી આપી હતી.

યોગી આદિત્યનાથ સતત પાંચ વખત સાંસદ રહી ચુક્યા છે. યુપીમાં ભાજપના હિન્દુત્વવાદી રાજનીતિનો ચહેરો માનવામાં આવે છે. ઉત્તર પ્રદેશના નવા સીએમ અને તેમની કેબિનટના પ્રધાનો 19 માર્ચે શપથ લેશે.

જાણવા મળ્યા મુજબ યોગી આદિત્યનાથ પર એટલા માટે મંજૂરી મળી છે કે આરએસએસ તરફથી મનોજ સિન્હાના નામ પર સહમતી મળી નહોતી. બીજી તરફ એવા સમાચાર છે કે પીએમ મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહે મનોજ સિન્હાના નામને આગળ કર્યું હતું.
સુત્રોના કહેવા પ્રમાણે યુપીમાં બે ડેપ્યુટી સીએમ હશે, જેમાં પ્રથમ દિનેશ શર્મા અને બીજા કેશવ પ્રસાદ મૌર્ય… દિનેશ શર્મા લખનઉના મેયર છે, અને કેશવ પ્રસાદ મૌર્ય ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે. મૌર્ય એ ભાજપમાં પછાત અને દલિત જાતિના એક મહત્વના ચહેરા તરીકે જોવામાં આવે છે.

ઉત્તર પ્રદેશમાં સીએમનું નામ નક્કી કરવાનો ઘટનાક્રમઃ

– લખનઉમાં વેંકૈયા નાયડુએ પત્રકાર પરિષદ કરીને સત્તાવાર જાહેરાત કરી હતી

– યુપીના સીએમ તરીકે યોગી આદિત્યનાથ હશે, સર્વાનુમતે નામ પર મંજૂરી મળી

-યુપીમાં બે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્માના નામની પસંદગી

– વેંકૈયા નાયડુએ કાલે રવિવારે બપોરે 2.15 કલાકે શપથ ગ્રહણ સમારોહ થશે

-પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રદેશ પ્રમુખ અમિત શાહ ઉપસ્થિત રહેશે

– દેશના રાજ્યોના મુખ્યપ્રધાન પણ ઉપસ્થિત રહેશે

-યુપીમાં ભાજપની ઐતિહાસિક જીત થઈ છેઃ વેંકૈયા નાયડુ

– ધારાસભ્યોની બેઠકમાં તમામ ધારાસભ્યોએ યોગી આદિત્યનાથનું સ્વાગત કર્યું
– આદિત્યનાથ વિકટરીની સાઈન દર્શાવીને લોકભવન પહોંચ્યા
– આદિત્યનાથ બેઠકમાં હાજર રહેવા માટે લોક ભવન પહોંચ્યા, ઓમ માથુર અને કે પી મૌર્ય પણ હાજર
– લખનઉના ભાજપ કાર્યલય પર અગ્રણી નેતાઓની બેઠક મળી, જેમાં આદિત્યનાથ અને વેંકૈયા નાયડુ ઉપસ્થિત હતા
– ભાજપના સાંસદ યોગી આદિત્યનાથ લોક ભવન પહોંચ્યા
– લખનઉમાં ધારાસભ્ય દળની બેઠક શરૂ, વેંકૈયા નાયડુ અને ભુપેન્દ્ર યાદવ ઉપસ્થિત
– ભાજપના ધારાસભ્યો લખનઉ પહોંચ્યા, કેશવ પ્રસાદ મોર્ય જેવા લખનઉ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે તેમના નામના નારા લાગ્યા
– આદિત્યનાથ ફરીથી સીએમ બનવાની દોડમાં આગળ, મોર્ય બની શકે ડેપ્યુટી સીએમ- સુત્ર
– ઉત્તર પ્રદેશમાં થનારા મુખ્યપ્રધાનની ગાડીઓનો કાફલો લોક ભવન પહોંચ્યો
– લખનઉમાં ભાજપ પ્રદેશ કાર્યાલય પર કેશવ મોર્ય અને યોગી આદિત્યનાથના ટેકાની નારે બાજી થઈ હતી

 

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS