Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી- ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં જોરદાર જીત મેળવવા છતાં પણ ભાજપ હજી સુધી મુખ્યપ્રધાન પદ અંગે નિર્ણય કરી શકી નથી. જોકે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે લખનઉમાં યોજાનારી ધારાસભ્યોની બેઠક બાદ યૂપીના નવા સીએમના નામની જાહેરાત કરવામાં આવશે. અને રવિવારે 19 માર્ચે સાંજે 5 વાગ્યે નવા સીએમનો શપથ ગ્રહણ સમારોહ આયોજીત કરવામાં આવશે. લખનઉ જિલ્લા પ્રશાસનના જણાવ્યા મુજબ નવા સીએમના શપથ સમારોહ માટે સ્મૃતિ ઉપવનનું નામ સૂચવવામાં આવ્યું છે. જોકે આ માટે હજી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ બધી અટકળો વચ્ચે સીએમની રેસમાં સૌથી આગળ જો કાઈ નામ હોય તો તે કેન્દ્રીય પ્રધાન મનોજ સિંહાનું છે. પરંતુ મનોજ સિંહાએ આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, હું સીએમની રેસમાં નથી અને કોણ આ રેસમાં છે એ બાબતે મને જાણકારી પણ નથી.

આ બાબતે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કેશવ પ્રસાદ મોર્યએ કહ્યું કે, તેમણે ભાજપ અધ્યક્ષ અમિત શાહને પોતાના રિપોર્ટ સોંપી દીધો છે અને આજે સાંજે ભાજપ ધારાસભ્યોની એક બેઠક બોલાવવામાં આવી છે જેમાં સીએમના નામુનું સસ્પેન્સ ખોલવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે, યૂપીના સીએમ પદ માટે કેશવપ્રસાદ મોર્યનું નામ પણ ચર્ચામાં છે. આ બધી અટકળો વચ્ચે યૂપી ભાજપ અધ્યક્ષે કહ્યું કે, સીએમ પદના દાવેદારોથી જોડાયેલા સમાચારો એ માત્ર મીડિયાના દિમાગની ઉપજ છે.

જોકે ઉત્તરપ્રદેશનો મુખ્યપ્રધાન જે પણ બને પણ એક વાત તો સ્પષ્ટ છે કે, વિધાનસભા ચૂંટણમાં ભવ્ય જીત મેળવ્યા બાદ પ્રદેશની જનતાને ભાજપ પાસેથી અપેક્ષાઓ અનેકગણી વધી ગઈ છે. જેને પુરી કરવી ભાજપ માટે એક મોટો પડકાર છે. 2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ એવો કોઈ નિર્ણય નહીં કરે જે આગળ ચાલીને પાર્ટી માટે મુશ્કેલી સર્જી શકે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS