Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ઈસ્લામાબાદ- ભારત સાથે વિદેશ સચિવ સ્તરની મંત્રણા મુદ્દે કુટનીતિ રમવા જતાં હવે પાકિસ્તાન પોતે જ પોતાની જાળમાં ફસાયું  હોય તેમ લાગે છે. ભારતે કડક વલણ અપનાવતા પાકિસ્તાનને સવાલ કર્યો છે કે, પાકિસ્તાન PoK ક્યારે ખાલી કરશે? બન્ને દેશ વચ્ચે મંત્રણાનો મુખ્ય મુદ્દો આ જ રહેશે. ઉપરાંત કશ્મીર ખીણમાં સરહદ પારથી ફેલાવાતા આતંકવાદ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. હવે મંત્રણા ક્યારે કરવી તે પાકિસ્તાન જણાવે.

પાક. અધિકૃત કશ્મીર (PoK)માંથી પાકિસ્તાનનો કબજો હટાવવા મુદ્દે વિદેશ સચિવ એસ. જયશંકરની આ પહેલી સત્તાવાર ટિપ્પણી છે. પાક.ના વિદેશ સચિવ એજાઝ ચૌધરીને લખેલા એક પત્રમાં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જયશંકરે જણાવ્યું કે, ભારતે મંત્રણાનું આમંત્રણ સ્વીકાર્ય છે અને ભારતે સૂચવેલા મુદ્દાઓ અંગે મંત્રણા કરવા તેઓ ઈસ્લામાબાદ જવા પણ તૈયાર છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે આ અંગેની જાણકારી આપી હતી. તેમણે પાકિસ્તાનને ચેતવણી આપતાં કહ્યું કે PoKના લોકો પણ અમારા જ છે. તેમની સુરક્ષા માટે અમે તમામ તાકાત કામે લગાવીશું. પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર ટીમને PoKમાં જતા દર વખતે અટકાવે છે. જે દર્શાવે છે કે PoKના લોકો પર કેવા અત્યાચાર થઇ રહ્યા છે.

 

પાક. કાશ્મીર પહેલાં આ મુદ્દાઓ અંગે મંત્રણા કરે

  • સરહદ પારના આતંકવાદ પર રોક લગાવવી.
  • કશ્મીરમાં હિંસા ભડકાવવાનું બંધ કરવું.
  • કશ્મીરમાં હિંસાને ઉત્તેજન આપતા આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓની ધરપકડ કરીને તેમની સામે કેસ ચલાવવા.
  • પાક.માં ધમધમતા આતંકી ટ્રેનિંગ કેમ્પ બંધ કરવા.
  • ભારતના ભાગેડુ આતંકવાદીઓને આશ્રય આપવાનું બંધ કરવું.

 

પાક.નો આરોપ: બલુચિસ્તાન મુદ્દે મોદીએ ‘રેડ લાઇન’ ક્રોસ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને કરેલા સંબોધનમાં બલુચિસ્તાનના ઉલ્લેખથી પાકિસ્તાન રોષે ભરાયું છે. પાક. વિદેશ મંત્રાલયના પ્રવક્તા નફીસ જકારિયાએ કહ્યું કે ભારતના વડાપ્રધાન મોદીએ ‘રેડ લાઇન’ ક્રોસ કરી છે. આવતા મહિને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં પાક. વડાપ્રધાન નવાઝ શરીફ કશ્મીરનો મુદ્દો વધુ મજબૂતીથી  ઉઠાવશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS