Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી- ભારતીય વાયુ સેનાના ફાઈટર જેટ IAF SU-30 સુખોઈના લાંબાગાળાના મેઈન્ટેનન્સ માટે ભારત અને રશિયા વચ્ચે બે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરારથી વિમાનની સાચવણી અને તેની સેવાક્ષમતાને વધુ અપગ્રેડ કરવામાં આવશે.

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ HAL અને PJAC યુનાઈટેડ એરક્રાફ્ટ કોર્પેરેશન ઓફ રશિયા વચ્ચે કરવામાં આવેલા કરારથી આગામી પાંચ વર્ષ સુધી ભારતને સુખોઈના સ્પેરપાર્ટ્સની સપ્લાઈ કરવામાં આવશે અને સર્વિસ પુરી પાડવામાં આવશે.

મહત્વનું છે કે, સુખોઈ જેટ એ ભારતીય વાયુ સેનાનું પ્રથમ હરોળનુ ફાઈટર જેટ છે. ભૂતકાળમાં આ વિમાનની યોગ્યતા અને વિશ્વસનીયતા અંગે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. ભારતીય વાયુસેના દ્વારા ડિસેમ્બર 2015માં રજૂ કરવામાં આવેલા એક રિપોર્ટમાં જણાવાયું હતું કે, સુખોઈને તેની ખરાબ સર્વિસને કારણે સેવાનિવૃત્ત કરવામાં આવી શકે છે. સુખોઈની યોગ્યતા સેનાના નિર્ધારિત નિયમ અને માપદંડ કરતા ઓછી આંકવામાં આવી હતી.

જાન્યુઆરી 2017માં તત્કાલીન રક્ષાપ્રધાન મનોહર પારિકરે જણાવ્યું હતું કે, દેશમાં હવે ફાઈટર જેટની યોગ્યતા અને ગુણવત્તામાં સુધાર આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ સુખોઈ જેટની ગુણવત્તા 55થી 60 ટકા વચ્ચે આંકવામાં આવી છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS