Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

વોશિંગટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા મુદ્દે નિયમોમાં ફેરફારના ઓર્ડર પર હસ્તાક્ષર કરી દીધા છે. નવી પોલિસી લાગુ કરાયા બાદ ભારતીય IT કંપનીઓ જેવી કે, TCS, ઈન્ફોસિસ તેમજ અન્ય કંપનીઓની મુશ્કેલીઓ વધી જશે.

ડોનાલ્ડ ટ્રમ્પનો તર્ક છે કે, H-1B વિઝા મોટાભાગે સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ સાથે સંબંધિત છે. અમેરિકામાં આ ક્ષેત્રોમાં જેટલી નોકરીઓ ઊભી થાય છે, તેના કરતાં બમણાં સ્નાતકો અમેરિકાની યુનિવર્સિટીમાંથી ભણીને બહાર આવે છે. પરંતુ તેમના બદલે વિદેશીઓને નોકરીઓ મળતાં દેશમાં બેરોજગારી વધે છે.

TCS, ઈન્ફોસિસ અને કોગ્નિઝન્ટ જેવી ભારતની IT કંપનીઓ H-1B વિઝાનો લાભ લેતી ટોચની ત્રણ કંપનીઓ છે. જે પોતાના કર્મચારીઓને મોટી સંખ્યામાં H-1B વિઝા અપાવવામાં મદદ કરે છે. નવી પૉલિસી લાગુ કરાયા બાદ આ કંપનીઓમાં કામ કરતા અન્ય IT પ્રોફેશનલને પણ નવી H-1B વિઝા નીતિની અસર થશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS