Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

વોશિંગટન- અમેરિકા ઉપર પરમાણુ હુમલો કરવાની નોર્થ કોરિયાની ધમકીના પગલે અમેરિકાએ પણ નોર્થ કોરિયાને વધુ એકવાર ચેતવણી આપી દીધી છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જો નોર્થ કોરિયા તેની હરકતો બંધ નહીં કરે તો અમેરિકા તેના એવા હાલ કરીશે કે તે યુદ્ધના ભયાનક પરિણામની કલ્પના પણ નહીં કરી શકે. આ પહેલાં નોર્થ કોરિયાએ અમેરિકાને કહ્યું હતું કે, તેઓ ગુઆમ દ્વીપ પર કોઈ પણ સમયે હુમલો કરી શકે છે. આપને જણાવી દઈએ કે, પેસિફિક સમુદ્રમાં આવેલા ગુઆમ દ્વીપમાં અમેરિકાનો આર્મી બેસ આવેલો છે.

અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે નોર્થ કોરિયાને જણાવ્યું છે કે, અમેરિકાને વધુ પડતી વધારે ધમકી આપવી નોર્થ કોરિયા માટે યોગ્ય નથી. અમેરિકા નોર્થ કોરિયા ઉપર એટલું ફાયરિંગ કરશે કે, હજી સુધી વિશ્વમાં કોઈએ  ક્યારેય નહીં જોયું હોય. કારણકે કિમ જોંગ જે પ્રકારની વાત કરી રહ્યા છે તેને હળવાશથી લઈ શકાય નહીં. પ્રાપ્ત અહેવાલો મુજબ નોર્થ કોરિયાએ ન્યૂક્લિયર વોરહેડનું એક નાનું સ્વરૂપ તૈયાર કર્યું છે જેને મિસાઈલની અંદર ફીટ કરી શકાય છે.

આ તરફ અમેરિકાના ડેમોક્રેટ સાંસદોએ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનની ટીકા કરી છે. સિલિકોન વેલીના ભારતીય મૂળના અમેરિકન સાંસદે જણાવ્યું છે કે, નોર્થ કોરિયાને ધમકી આપવાનો આ યોગ્ય સમય નથી. તે સતત લાંબા અંતરની મિસાઈલોનું પરિક્ષણ કરી રહ્યું છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પે આ મુદ્દે કૂટનીતિથી કામ લેવું જોઈએ અને સીનિયર નેતાઓ સાથે આ અંગે ચર્ચા કરવી જોઈએ. ઉપરાંત સાંસદે એમ જણાવ્યું કે, યુનાઈટેડ નેશને નોર્થ કોરિયા પર શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઈએ.

યુનાઈટેડ નેશનમાં અમેરિકન એમ્બેસ્ડર નિક્કી હેલે જણાવ્યું કે, નોર્થ કોરિયાના મિસાઈલ ટેસ્ટથી ઉદભવેલા સંભવિત જોખમ સામે અમેરિકા યોગ્ય પગલાં લેશે. હેલે યુનાઈટેડ નેશન સમક્ષ રજૂઆત કરી કે, નોર્થ કોરિયાનો ખતરો ખૂબ ઝડપથી વધી રહ્યો છે અને વધુ ખતરનાક થઈ રહ્યો છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS