Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

દહેરાદૂન-  ઉત્તરાખંડના સીએમ પદે ત્રિવેન્દ્રસિંહ રાવતે શપથ ગ્રહણ કર્યા છે. શપથગ્રહણ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યાં હતાં. શનિવારે બપોરે સવા ત્રણ વાગ્યે શપથ ગ્રહણ કર્યા હતા.

– શપથ ગ્રહણ સમારોહમાં પૂર્વ સીએમ હરીશ રાવત પણ ઉપસ્થિત રહ્યાં
– શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી, ભાજપ પ્રદેશ પ્રમુખ અમિત શાહ અને ગૃહ પ્રધાન રાજનાથ સિંહ હાજર રહ્યાં
– ઉત્તરાખંડના નવમાં સીએમ બન્યા ત્રિવેન્દ્રસિંહ રાવત
– સતપાલ મહારાજે કેબિનેટ પ્રધાનના શપથ લીધાં
– પ્રકાશપંત અને હરકસિંહ રાવતે કેબિનેટ પ્રધાનના શપથ લીધાં
– મદન કૌશિકે કેબિનેટ પ્રધાનના શપથ લીધાં
– અરવિંદ પાંડે, યશપાલ આર્યે પ્રધાન પદે શપથ લીધા
– રેખા આર્ય, ધનસિંહ રાવત, સુબોધ ઉનિયાલે પ્રધાન પદે શપથ ગ્રહણ કર્યાં
– કોંગ્રેસ છોડીને આવેલા ચાર નેતાઓને ત્રિવેન્દ્રસિંહની કેબિનટેમાં સ્થાન મળ્યું

ઉત્તરાખંડમાં ભારે જીત હાંસલ કર્યા પછી ભાજપ ધારાસભ્યોની બેઠકમાં ત્રિવેન્દ્રસિંહ રાવતના નામ પર મંજૂરીની મહોર વાગી ગઈ હતી. ધારાસભ્યોના દળની બેઠકમાં ત્રિવેન્દ્રસિંહ રાવતને નેતા તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.

રાવતના શપથવિધિ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમ જ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા.

શપથ ગ્રહણ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સહિત અન્ય દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.. ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 57 બેઠકો સાથે જીત હાંસલ કરી છે. કુલ 70 સભ્યોવાળી વિધાનસભામાં કોંગ્રેસને માત્ર 11 બેઠકો જ મળી છે.

ત્રિવેન્દ્રસિંહ રાવત ઉત્તરાખંડના 9માં મુખ્યપ્રધાન બન્યા છે.. 20 ડીસેમ્બર, 1960માં પૌડીના ખૈરાસૈંણમાં જન્મ લેનારા ત્રિવેન્દ્રસિંહ રાવતે પોસ્ટ ગ્રેજ્યુએશનની સાથે ડિપ્લોમાં જર્નાલીઝમ કર્યું છે. ત્રિવેન્દ્રસિંહ રાવતની પત્ની સુનીતા રાવત શિક્ષક છે અને તેમને બે દીકરીઓ છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS