Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – દંતકથાસમાન ક્રિકેટર સચીન તેંડુલકરે જણાવ્યું છે કે પોતે સ્વભાવે અંતર્મુખી વ્યક્તિ છે, પરંતુ જીવનની અમુક બાબતો શેર કેવી રીતે કરવી જોઈએ એ હું શીખ્યો છું, કારણ કે મારા પ્રશંસકો મારા વિશે વધુ જાણવાની ઈચ્છા રાખતા હોય છે.


માસ્ટર બ્લાસ્ટર તરીકે જાણીતા અને ‘ભારત રત્ન’ ખિતાબથી સમ્માનિત સચીનનાં જીવન પર આધારિત ફિલ્મ ‘સચીનઃ અ બિલિયન ડ્રીમ્સ’નું ટ્રેલર આજે અહીં રિલીઝ કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે ખુદ તેંડુલકર હાજર રહ્યા હતા.

પત્રકારો સાથેની વાતચીતમાં તેંડુલકરે કહ્યું કે, હા, હું અતડો વ્યક્તિ છું, પરંતુ મારાં પ્રશંસકોને ખાતર હું મારા જીવનની અમુક બાબતો શેર કરવાનું શીખ્યો છું. પ્રશંસકો મારા વિશે જાણવા ઉત્સૂક રહેતા હોય છે. તેથી આ ફિલ્મમાં મેં મારા વિશેની માહિતી મારા પ્રશંસકો સાથે શેર કરવાનો પ્રયાસ કર્યો છે. માહિતી શેર કરવાનો અને પ્રશંસકોને પણ એનાથી વાકેફ કરવાનું ફિલ્મ મારા માટે સરળ માધ્યમ હોવાનું જણાયું હતું.

ફિલ્મનું ટ્રેલર તેંડુલકર ઉપરાંત ફિલ્મના દિગ્દર્શક જેમ્સ એર્સ્કિન, નિર્માતા રવિ બાગચંદકા અને કાર્નિવલ પિક્ચર્સના શ્રીકાંત ભાસી પણ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રેલરમાં સચીનની જીવન સફર તેમજ ક્રિકેટની રમતને પોતે એક ધર્મના રૂપમાં કેવી રીતે જોઈ છે તેની એક ઝલક જોવા મળે છે.

ફિલ્મ 26 મેએ રિલીઝ થશે.

સચીનની ફિલ્મનું ટ્રેલર જોવા માટે નીચે ક્લિક કરો…

(ફોટોગેલરી)


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS