Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હીઃ ક્લાયમેટ ચેન્જની ભારત સહિત એશીયાના ઘણા દેશો પર ગંભીર અસર પડી શકે છે. ત્યારે ક્લાયમેટ ચેન્જને લઈને 2030ના દશકમાં ભારતમાં ચોખાની ઉપજમાં 5 ટકા જેટલો ઘટાડો આવી શકે છે.

તો, સદીના અંતમાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં 13 કરોડ લોકો સામે વિસ્થાપનનો ભય ઉભો થઈ શકે છે. એશીયાઈ વિકાસ બેંકના એક રીપોર્ટમાં આ વાત સામે આવી છે.

એડીબી અને પોટ્સડેમ ઈન્સ્ટીટ્યુટ ફોર ઈમ્પેક્ટ રીસર્ચના “એ રીઝન એટ રીસ્કઃધ હ્યુમન ડાઈમેન્શન્સ ઓફ ક્લાયમેટ ચેન્જ ઈન એશીયા એંડ ધ પૈસિફિક” શીર્ષક વાળા રિપોર્ટ અનુસાર ક્લાયમેટ ચેન્જના કારણે ભવિષ્યમાં એશિયા પેસેફિક રીજન દેશો પર મોટી માત્રામાં ખરાબ અસર પડશે. ક્લાયમેટ ચેન્જના કારણે વર્તમાન સમયમાં વિકાસથી થનારા સંભવિત ફાયદાઓમાં પણ ઉણપ આવી શકે છે તો સાથે જ જીવન સ્તર ઘટવાની પણ શક્યતાઓ છે.

આ રિપોર્ટ અનુસાર ઝંઝાવાત અને પૂરનો સૌથી મોટો ભય એશીયામાં ખાસ કરીને ચીન,ભારત,બાંગ્લાદેશ અને ઈંડોનેશિયા પર પડશે. ક્લાયમેટ ચેન્જના કારણે બાંગ્લાદેશ ભારત અને પાકિસ્તાનના નીંચાણવાળા તટીય ક્ષેત્રો સામે સૌથી મોટો ખતરો ઉભો થશે, જેના કારણે સદીના અંત સુધીમાં અહીંયાના 13 કરોડ લોકોને વિસ્થાપનનો સામનો કરવો પડશે.

રીપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભલે ભારતના ઉત્તરી રાજ્યોમાં ચોખાનો પાક વધી શકે છે પરંતુ દક્ષિણી રાજ્યોમાં 2030ના દશક સુધીમાં ચોખાનો પાક 5 ટકા સુધી અને 2050ના દશકમાં 14.5 ટકા અને વર્ષ 2080 સુધીમાં 17 ટકા ચોખાનો પાક ઘટે તેવી શક્યતાઓ રહેલી છે.

રીપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યુ છે કે વર્ષ 2005 સુધીમાં વૈશ્વિક સ્તર પર પૂરના કારણે લગભગ 6 અરબ ડોલરનુ નુકસાન થયું હતુ અને તે વર્ષ 2050 સુધીમાં આ વધીને 52 અરબ ડોલર થઈ જશે. રિપોર્ટ અનુસાર હમણા જ થયેલો એક સ્ટડી રીપોર્ટ દર્શાવે છે કે દક્ષિણ એશિયા અને ભારતમાં ગ્લોબલ વોર્મિંગના કારણે પૂરનુ જોખમ અત્યંત વધવાનુ અનુમાન છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS