Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ઈટાવા– ઉત્તરપ્રદેશમાં ત્રીજા તબક્કાનું મતદાન સમાજવાદી પાર્ટી(સપા) માટે ખુબ જ મહત્વનું બની રહેશે. તેમજ અખિલેશ યાદવ માટે સૌથી મોટો પડકાર રહેશે. સપાનો ગઢ ગણાતા ઈટાવા અને તેની આસપાસના જિલ્લાને બચાવવા માટે સપા અને ખાસ કરીને અખિલેશ યાદવે ખુબ મહેનત કરી છે. આ જ વિસ્તારમાં કેટલાય સ્થળો પર સપાના બાગી ઉમેદવારો મેદાનમાં છે. અને ભાજપની પુરી તૈયારી છે કે સપાનો આ કિલ્લો પાડી દેવો. આ વાત અખિલેશ યાદવ ખુબ સારી રીતે જાણે છે.
ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં અખિલેશ યાદવે સૌથી વધુ પરસેવો ઈટાવા અને મૈનપુરી વિસ્તારમાં પાડ્યો છે. તેઓ સારી રીતે જાણે થે કે સપાના ગઢમાં જ જીતવું તેમના માટે સરળ નથી.

ઉત્તરપ્રદેશમાં ત્રીજા તબક્કામાં 69 બેઠકો પર મતદાન 19 ફેબ્રુઆરીને રવિવારે થનાર છે. 2012ની ચૂંટણીમાં આ વિસ્તારમાં સપાનું પ્રદર્શન ખુબ સારુ રહ્યું હતું. અને સપાને અહીંયાથી 55 બેઠકો મળી હતી. બસપાને 6, ભાજપને 5 અને કોંગ્રેસને 2 બેઠકો તથા અપક્ષને 1 બેઠક પ્રાપ્ત થઈ હતી.

અખિલેશ યાદવના ગઢના કાંગરા ખરશે ?

– અખિલેશે આ વખતે ચાલુ ધારાસભ્યોને કાપીને નવા ઉમેદવાર ઉભા રાખ્યા છે
– ઈટાવા સદરમાં સપાએ કુલદીપ શંટૂને ટિકિટ આપી છે
– સપાની સામે બાગી ઉમેદવાર આશીષ રાજપુત લોકદળનું હળ લઈને કૂદી પડ્યા છે
– જાણવા મળ્યા મુજબ શિવપાલ યાદવનું ગ્રુપ સપાને જીતાડવા કરતાં હરાવા માટે વધુ મહેનત કરી રહ્યું છે
– સપાના એવા કેટલાય બાગી ઉમેદવાર છે કે જેઓ લોકદળ અથવા તો અપક્ષમાં સપાને સામે ઉભા છે, જે સપાનો ખેલ બગાડી શકે છે
– બીજી તરફ ભાજપની પુરી તૈયારી છે કે સપાનો ગઢ કોઈપણ હિસાબે જીતી લેવો
– 2012માં સપાના ગઢ ગણાતા ઈટાવા, મૈનપુરીમાં ભાજપનું ખાતુ પણ ખુલ્યું ન હતું
– રાજનાથ સિંહ, ઉમાભારતી, અમિત શાહ, સ્વામી પ્રસાદ મોર્ય, કેશવ મોર્ય સપાના ગઢમાં ચૂંટણી પ્રચારમાં તનતોડ મહેનત કરી રહ્યા છે
– 2014માં લોકસભાની ચૂંટણીમાં ઈટાવામાંથી ભાજપને જીત મળી હતી
– અખિલેશ યાદવ ઈચ્છી રહ્યા છે કે અહીંયાથી જીત મેળવીને શિવપાલ યાદવ ગ્રુપને સંદેશ આપવામાં માંગે છે
– અખિલેશ યાદવ માટે યુપીમાં એક શેર વધારે ચાલે છેઃ हमे अपनों ने लूंटा गैरो में कहां दम था…


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS