Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી- અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરી દીધી છે. જેમાં અમેરિકન કંપનીઓના વ્યવસાયિક ચલણ અને રોજગાર આપવાની પ્રથાની સમીક્ષા કરવાનો ઉલ્લેખ છે. ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન જ દેશવાસીઓને વચન આપ્યું હતું કે, રાષ્ટ્રપતિ બનવાની સાથે તે અમેરિકનોની રોજગારી વિદેશીઓને હાથે છીનવી લેવા નહીં દે. એક્ઝિક્યૂટિવ ઓર્ડર આ મામલે ભરેલું એક પગલું છે.

પહેલી વાત – એક્ઝિક્યુટિવ બ્રાન્ચની નીતિ એમિરિકામાં નિર્મિત સામાનો, ઉત્પાદનો અને વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. આ માટે સંઘીય નાણાકીય સહાયતા પુરસ્કાર અને સંઘીય ખરીદના નિયમો અને શર્તો અનુસાર કાયદાનું પાલન કરવાનું હોય છે.

મતલબ- અમેરિકી કંપનીઓ માટે સસ્તા આયાત ઉત્પાદનો ખાસ કરીને સ્ટીલનો ઉપયોગ કરવો મુશ્કેલ થઈ જશે. અમેરિકા નિકાસની સરખામણીએ આયાત વધુ કરે છે. જેના માટે ચીનને સૌથી વધુ જવાબદાર માનવામાં આવે છે. ચીન અમેરિકામાં સસ્તો સામાન મોકલીને અમેરિકન કંપનીઓમાં બેરોજગારી ઉભી કરવા માટે દોષી ગણવામાં આવે છે. કંપનીઓને ટેક્સમાં છૂટ આપવામાં આવશે. પરંતુ નિયમોનું પાલન નહીં કરવા પર તેમને ટ્રમ્પ સરકારના ક્રોધનો ભોગ પણ બનવું પડી શકે છે.

બીજી વાત- તમામ એજન્સીઓ અમેરિકાની ખરીદીના કાયદા પર નજર રાખશે અને તેને લાગુ પણ કરાવશે. કંપનીઓ તરફથી વિવિધ છૂટના ઉપયોગમાં કપાત કરવાની જવાબદારી પણ એજન્સીઓની રહેશે. તેઓ આ છૂટનો ઉપયોગ એ દ્રષ્ટિથી પણ કરશે કે, તે ઘરેલુ નોકરીઓ અને ઉત્પાદનક્ષેત્રો પર કેવી અસર પડી રહી છે.

મતલબ- એજન્સીઓ નોકરી આપવાની પ્રક્રિયા, વેપાર યોજનાઓ અને ખરીદી પર નજર રાખશે. જેના કારણે કંપનીઓ ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ અને ટેક્નોલોજી કંપનીઓ માટે સરકારી છૂટ મેળવવી, સસ્તા વિદેશી કામદારોની નિયુક્તિ અને નોકરીની શોધ કરી રહેલા અમેરિકનોને નજર અંદાજ કરવું મુશ્કેલ બની રહેશે.

ત્રીજી વાત- જરૂર પડયે ઈમિગ્રેશન સિસ્ટમમાં કામકાજ સાથે જોડાયેલ જૂના કાયદાઓ અને  નિર્દેશો સુધારો કરવામાં આવશે  અથવા તો તેમની જગ્યાએ નવો કાયદો અને નિર્દેશ લાગુ કરવામાં આવશે. જેથી અમેરિકન કામદારોના હિતોની રક્ષા કરી શકાય. આ માટે છેંતરપિંડી અને દુરુપયોગના નિયમોને કડક બનાવવામાં આવશે.
મતલબ– ટ્રમ્પ પ્રશાસનને પહેલા જ આ પ્રક્રિયાને રદ કરી દીધી હતી, જેમાં એમ્પ્લોયર્સ વધારે પગારના દમ પર તેમના વિદેશી કર્મચારીઓની અરજીઓ જલદી પાસ કરાવી લેતાં હતાં. હવે સરકાર દ્વારા વેતન નિર્ધારણ અને નિયુક્તિની પ્રક્રિયા સંબંધિત વર્તમાન નિયમોમાં અમેરિકન પ્લાનના અનુકુળ બદલાવ કરવામાં આવશે. ટ્રમ્પ પ્રશાસન એ નક્કી કરશે કે અમેરિકી નોકરીઓ પર કોનો હક હશે.

ચોથી વાત- અટોર્ની જનરલ, સેક્રેટરી ઓફ લેબર તેમ જ આંતરિક સુરક્ષાપ્રધાન સાથે મળીને એ ફેરફાર કરવા માટે માર્ગદર્શન આપશે જેમાં એ નક્કી કરવામાં આવશે કે, H-1B વિઝા ઉચ્ચ અભ્યાસ કરનારા અને મોટા પગારધારકોને જ મળે.

મતલબ- ટ્રમ્પના નવા આદેશ બાદ અમેરિકા અને ભારતીય કંપનીઓના એ હંગામી કર્મચારીઓના કામ કરવા ઉપર પણ રોક લાગી જશે, જેને અમેરિકી કર્મચારી કરી શકતાં નથી અથવા કરવા ઈચ્છતાં નથી. જો આ માટે તમે સંપૂર્ણ સાયકાત ધરાવો છો તો તમને તક મળવાની શક્યતા છે. તેમ છતાં H-1B વિઝા મેળવવો સરળ નહીં રહે. આ અંગે USCIS દ્વારા ગત 31 માર્ચના રોજ એક સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, કોમ્પ્યુટર પ્રોગ્રામર્સ H-1B વિઝા માટે યોગ્ય લાયકાત ધરાવે છે. તેમણે માત્ર એ સાબિત કરવાનું રહેશે કે તેઓ H-1B વિઝા મેળવવા માટે યોગ્ય છે. માત્ર કોમ્પ્યુટરની ડિગ્રી મેળવી લેવાથી વિઝા મેળવી શકાશે નહીં.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS