Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ઇમ્ફાલ- મણિપુરના મુખ્યપ્રધાન એન. બીરેનસિંહે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ કરી લીધો છે. આમ રાજ્યમાં પ્રથમવાર બનેલી ભાજપની સરકારે અગ્નિ પરીક્ષામાં જીત મેળવી છે અને 32 MLA ના સમર્થનથી સરકાર બનાવી લીધી. ભાજપે મણિપુર વિધાનસભા ચૂંટણીમાં 21 બેઠક મેળવી હતી છે. ઉપરાંત MPF અને નાગા પીપલ્સ પાર્ટી (NPP)ના ચાર-ચાર ધારાસભ્યોએ તેમને સપોર્ટ કર્યો છે.

ભાજપે કેવી રીતે મેળવ્યો જાદુઈ આંકડો ?

ભાજપે મણિપુર વિધાનસભાની ચૂંટણીમાં 21 બેઠકો ઉપર જીત મેળવી છે. ઉપરાંત MPF અને નાગા પીપલ્સ પાર્ટી (NPP)ના ચાર-ચાર ધારાસભ્યોએ તેમને સપોર્ટ કર્યો છે. આ સિવાય તૃણમૂલ કોંગ્રેસ TMC અને લોજપાના 1-1 ધારાસભ્ય અને 1 અપક્ષ ધારાસભ્યએ પણ ભાજપની સરકારને ટેકો જાહેર કર્યો છે. આંકડાનું ગણિત જોઈએ તો ભાજપ  21+ MPF 4+ NPP 4+ TMC 1+ LJP 1+ OTH 1= 32 ધારાસભ્ય થઈ ગયા છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS