Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page


મુંબઈ – ભારતના રાષ્ટ્રીય પસંદગીકારોએ ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે રમાનાર આગામી ત્રણ વન-ડે તેમજ ત્રણ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો માટેની શ્રેણીઓ માટે વિરાટ કોહલીને કેપ્ટન ઘોષિત કર્યો છે. આ બંને ફોર્મેટની ટીમમાં એ મહેન્દ્ર સિંહ ધોનીનો અનુગામી બન્યો છે.

કોહલી ટેસ્ટ ટીમનો તો કેપ્ટન છે જ, આમ હવે એ ત્રણેય ફોર્મેટની ટીમનો કેપ્ટન બન્યો છે.

એમ.એસ.કે. પ્રસાદની આગેવાની હેઠળ પસંદગીકારોની સમિતિએ ઈંગ્લેન્ડ સામેની આ બંને શ્રેણી માટેની ભારતીય ટીમની જાહેરાત કરી છે.

અનુભવી ઓલરાઉન્ડર યુવરાજ સિંહે વન-ડે અને ટ્વેન્ટી-20, બંને ટીમમાં પુનરાગમન કર્યું છે. તો આશાસ્પદ બેટ્સમેન ઋષભ પંતને ટ્વેન્ટી-20 ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

મર્યાદિત ઓવરોની મેચોની ટીમના કેપ્ટનપદેથી રાજીનામું આપનાર પણ ખેલાડી તરીકે રમવા ઉપલબ્ધ થનાર ધોનીને બંને શ્રેણીની ટીમ માટે પસંદ કરવામાં આવ્યો છે.

ઈંગ્લેન્ડ સામેની 3 વન-ડે મેચ માટેની ભારતીય ટીમ નીચે મુજબ છેઃ

વિરાટ કોહલી (કેપ્ટન), મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), લોકેશ રાહુલ, શિખર ધવન, મનીષ પાંડે, કેદાર જાધવ, યુવરાજ સિંહ, અજિંક્ય રહાણે, હાર્દિક પંડ્યા, અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અમિત મિશ્રા, જસપ્રીત બુમરાહ, ભૂવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ.

ઈંગ્લેન્ડ સામે 3 T20I મેચો માટેની ટીમ નીચે મુજબ છેઃ

વિરાટ કોહલી (કેપ્ટન), મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), મનદીપ, લોકેશ રાહુલ, યુવરાજ સિંહ, સુરેશ રૈના, રીષભ પંત, હાર્દિક પંડ્યા, અશ્વિન, રવિન્દ્ર જાડેજા, યૂજવેન્દ્ર ચહલ, મનીષ પાંડે, જસપ્રીત બુમરા, ભૂવનેશ્વર કુમાર, આશિષ નેહરા.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની વન-ડે અને T20I મેચોનો કાર્યક્રમઃ

વન-ડે શ્રેણીઃ
પહેલી મેચ – 15 જાન્યુઆરી – પુણે
બીજી મેચ – 19 જાન્યુઆરી – કટક
ત્રીજી મેચ – 22 જાન્યુઆરી – કોલકાતા

ટ્વેન્ટી-20 શ્રેણીઃ
પહેલી મેચ – 26 જાન્યુઆરી – કાનપુર
બીજી મેચ – 29 જાન્યુઆરી – નાગપુર
ત્રીજી મેચ – 1 ફેબ્રુઆરી – બેંગલુરુ


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS