Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના હેડ કોચના પદ માટે ઉમેદવારોની છણાવટ કરવા માટે ત્રણ સભ્યોની ક્રિકેટ એડવાઈઝરી કમિટી (CAC)ની આવતી કાલે બેઠક મળશે. આ પદ માટે ભારતીય ટીમના ભૂતપૂર્વ ડાયરેક્ટર રવિ શાસ્ત્રી મુખ્ય દાવેદાર છે.

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને કુલ 10 જણ તરફથી અરજીઓ મળી છે. આ દસ જણ છે – રવિ શાસ્ત્રી, વિરેન્દર સેહવાગ, ટોમ મૂડી, રિચર્ડ બાયબસ, ડોડા ગણેશ, લાલચંદ રાજપૂત, લાન્સ ક્લુસનર, રાકેશ શર્મા (ઓમાનની રાષ્ટ્રીય ટીમના કોચ), ફિલ સિમોન્સ અને ઉપેન્દ્રનાથ બ્રહ્મચારી (ક્રિકેટની પશ્ચાદભૂમિકા ન ધરાવતા એન્જિનીયર).

એવું જાણવા મળ્યું છે કે આ દસ જણમાંથી ક્રિકેટ બોર્ડ 6 જણના આવતીકાલે, સોમવારે ઈન્ટરવ્યૂ લેમાં આવશે. એ છ જણ આ હોવાનું મનાય છે – રવિ શાસ્ત્રી, સેહવાગ, મૂડી, સિમોન્સ, પાયબસ અને રાજપૂત.

દંતકથા લેગસ્પિનર અનિલ કુંબલેએ કેપ્ટન વિરાટ કોહલી સાથે કથિતપણે મતભેદો થવાને પગલે હેડ કોચ પદેથી રાજીનામું આપ્યા બાદ આ પદ ખાલી પડ્યું છે.

નવા કોચની નિમણૂક બે વર્ષ માટે કરવામાં આવશે.

શાસ્ત્રીએ શરૂઆતમાં અરજી નોંધાવી નહોતી, પણ ક્રિકેટ બોર્ડે જ્યારે અરજી સ્વીકારવાની મહેતલ 9 જુલાઈ સુદી લંબાવી ત્યારપછી એમણે અરજી કરી હતી. તેઓ આ રેસમાં સામેલ થયા એ સાથે જ તેઓ આ પદ માટે હોટ ફેવરિટ બની ગયા છે.

શાસ્ત્રી જ્યારે ટીમના ડાયરેક્ટર હતા ત્યારે એમને કોહલી સાથે સારું બનતું હતું. તેથી તેઓ કોચ પદ માટે ફેવરિટ ગણાય છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS