Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

લખનઉમાં PM નરેન્દ્ર મોદીની ઉપસ્થિતીમાં શપથ ગ્રહણ સમારોહ

લખનઉ– ઉત્તર પ્રદેશમાં રવિવારે બપોરે સવાર બે વાગ્યે યોગી રાજની શરૂઆત થઈ ગઈ છે. ગોરખપુરના સાંસદ યોગી આદિત્યનાથે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના સીએમ પદે શપથ ગ્રહણ કર્યા છે. તેમજ ડેપ્યુટી સીએમ પદે કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્માએ શપથ લીધા છે.

લખનઉના સ્મૃતિ ઉપવનમાં યોજાયેલ શપથ ગ્રહણ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ સમારોહમાં લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી, રાજનાથ સિંહ, આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રાબાબુ નાયડુ, છત્તીસગઢના સીએમ રમણસિંહ, એમપીના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ તેમજ સમાજવાદી પાર્ટીના મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુરલી મનોહર જોશી, વેંકૈયા નાયડુ, રવિશંકર પ્રસાદ સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

યુપીની સીએમ યોગી આદિત્યનાથની સાથે કેબિનેટના કુલ 21 પ્રધાનો, રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતાં 4 પ્રધાનો અને રાજ્યપ્રધાન કુલ 22 મળી કુલ 46 પ્રધાનોએ શપથ લીધા છે.

શપથ લેનારા પ્રધાનોઃ યોગી આદિત્યનાથની કેબિનેટ

– સીએમ યોગી આદિત્યનાથ
– ડેપ્યુટી સીએમ કેશન પ્રસાદ મૌર્ય
– ડેપ્યુટી સીએમ દિનેશ શર્મા
– સૂર્યપ્રતાપ શાહી, કેબિનેટ પ્રધાન
– સુરેશ ખન્ના, કેબિનેટ પ્રધાન
– સ્વામી પ્રસાદ મૌર્ય, કેબિનેટ પ્રધાન
– સતીશ મહાના, કેબિનેટ પ્રધાન
– રાજેશ અગ્રવાલ, કેબિનેટ પ્રધાન
– રીતા બહુગુણા, કેબિનેટ પ્રધાન
– દારા સિંહ, કેબિનેટ પ્રધાન

– ધરમપાલ, કેબિનેટ પ્રધાન
– એસપી સિંહ, કેબિનેટ પ્રધાન
– સત્યદેવ પચૌરી, કેબિનેટ પ્રધાન
– રમાપતિ શાસ્ત્રી, કેબિનેટ પ્રધાન
– જયપ્રકાશ નિષાદ, કેબિનેટ પ્રધાન
– ચેતન ચૌહાણ, કેબિનેટ પ્રધાન
– શ્રીંકાત શર્મા, કેબિનેટ પ્રધાન

– સિધ્ધાર્થનાથ સિંહ, કેબિનેટ પ્રધાન
– જય પ્રતાપ સિંહ, ઓમ પ્રકાશ રાજબહાર, બ્રજેશ પાઠક, લક્ષ્મી નારાયણ ચૌધરી અને રાજેન્દ્ર પ્રતાપ સિંહે શપથ લીધા
– મુકુંત બિહારી વર્મા, આશુતોષ ટંડન અને નંદ કુમારે શપથ ગ્રહણ કર્યા

– અનુપમા જયસ્વાલ, સુરેશ રાણા, ડૉ. મહેન્દ્રકુમાર સિંહ, ઉપેન્દ્ર તિવારી અને સ્વતંત્ર દેવે રાજ્ય કક્ષાના(સ્વતંત્ર હવાલો) પ્રધાન પદે શપથ લીધા
– ભુપેન્દ્રસિંહ ચૌધરી, ધરમસિંહ સૈની, અનિલ રાજભર અને સ્વાતિસંહએ રાજ્યકક્ષાના(સ્વતંત્ર હવાલો) પ્રધાન પદે શપથ ગ્રહણ કર્યા

 

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS