Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમેઠી- ઉત્તરપ્રદેશના અમેઠી પાસેના અકબરગંજ રેલવે સ્ટેશન પર કોલકાતાથી અમૃતસર જતી અકાલતખ્ત એક્સપ્રેસ ટ્રેનના એસી કોચના ટોયલેટમાંથી શંકાસ્પદ વસ્તુ મળી આવી હતી. આ શંકાસ્પદ વસ્તુ વિસ્ફોટક જણાતા મુસાફરોમાં અફરા-તફરી મચી ગઈ હતી.

શંકાસ્પદ વિસ્ફોટકની જાણકારી મળતા જ અમેઠી પોલીસ અને બોંબ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તપાસ માટે ટ્રેનને સ્ટેશન પર જ અટકાવી દેવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, કોલકાતાથી અમૃતસર જતી ટ્રેનમાં શંકાસ્પદ વિસ્ફોટક અંગે જાણકારી મળી હતી. ત્યારબાદ યાત્રીઓમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો. ટ્રેનની જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે શંકાસ્પદ વિસ્ફોટકની સાથે એક પત્ર પણ મળ્યો હતો. જેમાં લખવામાં આવ્યું હતું કે, ‘દુજાનાની શહીદીનો બદલો હિન્દુસ્તાને ચૂકવવો પડશે’. ઉલ્લેખનીય છે કે, ભારતીય સેનાએ કશ્મીરમાં એક એન્કાઉન્ટર દરમિયાન પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનના કમાંડર દુજાનાને ઠાર માર્યો હતો.

લખનઉ ડિવીઝનના RPF કમાન્ડન્ટ સત્યપ્રકાશે જણાવ્યું કે, અકબરગંજ રેલવે સ્ટેશન પર અકાલતખ્ત એક્સપ્રેસના B3 કોચના ટોયલેટમાં બોંબ જેવી કોઈ વસ્તુ હોવાની જાણકારી મળી હતી. જોકે સમય રહેતા આ અંગે યોગ્ય પગલા લેવાયા બાદ કોઈ દુર્ઘટના સર્જાઈ નથી અને બધા જ યાત્રીઓ સુરક્ષિત છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS