Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – કોમેડિયન એક્ટર કપિલ શર્માએ પોતાના સહ-અભિનેતા સુનીલ ગ્રોવર સાથે કોઈ પ્રકારની મારામારી થઈ હોવાના અહેવાલોને નકારી કાઢ્યા છે.

કપિલે જણાવ્યું છે કે પાંચ વર્ષમાં આ પહેલી જ વાર હું સુનીલ સાથે ઉંચા અવાજે બોલ્યો છું. મને સુનીલ પ્રત્યે ખૂબ માન છે, હું એને મોટા ભાઈ સમાન ગણું છું.

ઉલ્લેખનીય છે કે એવા અહેવાલો હતા કે કપિલ અને સુનીલ ઓસ્ટ્રેલિયાથી મુંબઈ આવતા હતા ત્યારે ફ્લાઈટમાં એ બંને વચ્ચે બોલાચાલી અને બાદમાં મારામારી થઈ હતી. કપિલે સુનીલને માર માર્યો હતો.

ધ કપિલ શર્મા શૉમાં સુનીલ ગ્રોવર મશહુર ગુલાટી નામના એક ડોક્ટરનો રોલ કરે છે.

કપિલ શર્માએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર આવીને સુનીલ સાથેની મારામારીના અહેવાલોને રદિયો આપ્યો હતો.

કપિલનું કહેવું છે કે આ સમાચાર ક્યાંથી ઉદ્દભવ્યા એ હું જોઈશ. એની પાછળના ઈરાદા શું છે? ધારો કે ફ્લાઈટમાં મેં એની સાથે મારામારી કરી હતી તો કોણે એ જોયું હતું અને તમને જાણ કરી હતી? શું એ વ્યક્તિ ભરોસાપાત્ર છે? કેટલાક લોકો આવી બધી વાતો ફેલાવવામાં આનંદ મેળવતા હોય છે.

કપિલે વધુમાં લખ્યું છે કે હું અને સુનીલ સાથે જમીએ છીએ અને સાથે પ્રવાસ કરીએ છીએ. મને સુનીલ પ્રત્યે માન છે.

કપિલે કહ્યું છે કે સુનીલ સાથે એને વાદવિવાદ જરૂર થયો હતો. પણ તો શું અમે સામાન્ય લોકો જેવા નથી? પાંચ વર્ષમાં પહેલી વાર હું એની સામે ઉંચા અવાજે બોલ્યો હતો. ઈતના તો ચલતા હૈ ભાઈ. અમે બેઉ સાથે બેસી, વાતચીત કરીને બાબતનો નિકાલ લાવીશું. આ તો અમારી કૌટુંબિક બાબત છે. અમે એ ઉકેલી લઈશું.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS