Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી – સહારા ગ્રુપની માલિકીની અને રૂ. 34,000 કરોડની કિંમતની એમ્બી વેલી પ્રોપર્ટીને વેચી દેવાનો સુપ્રીમકોર્ટે મુંબઈ હાઈકોર્ટના સત્તાવાર લિક્વિડેટરને આજે આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે સહારા ગ્રુપના વડા સુબ્રત રૉયને 27 એપ્રિલે પોતાની સમક્ષ વ્યક્તિગત રીતે હાજર થવાનો પણ આદેશ આપ્યો છે.

ન્યાયમૂર્તિ દિપક મિશ્રા, રંજન ગોગોઈ અને એ.કે. સિરીની બનેલી બેન્ચે સહારા ગ્રુપ દ્વારા રૂ. 5000 કરોડની રકમ હજી સુધી જમા કરાવી ન હોવાની ગંભીર નોંધ લેતા કહ્યું હતું કે, હવે બહું થયું. તમે આજે કંઈક બોલો અને આવતીકાલે ફરી જાવ એ ન ચાલે.

બેન્ચે સુબ્રત રૉયને એવી ચેતવણી પણ આપી છે કે તમે કોર્ટના આદેશ સાથે રમત ન રમો. કોર્ટના આદેશની અવહેલના કરશો તો કાયદો સપાટો બોલાવશે અને આખરે તમને જ ભારે પડશે.

બેન્ચે મુંબઈ હાઈકોર્ટ સાથે સંકળાયેલા સત્તાવાર લિક્વીડેટરને આદેશ આપ્યો છે કે તે રૂ. 34,000 કરોડની અંદાજિત કિંમતની એમ્બી વેલી પ્રોપર્ટીનું લિલામ કરે અને એનો રિપોર્ટ સીધો આ કોર્ટને આપે.

આ એમ્બી વેલી એક ભવ્ય અને લક્ઝરિયસ ટાઉનશીપ છે. સહારા ઈન્ડિયા પરિવારે એને મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ડેવલપ કરી છે. આ ટાઉનશીપ પુણે શહેરથી 87 કિ.મી. દૂર અને મુંબઈથી 120 કિ.મી. દૂરના સ્થળે આવેલી છે. લોનાવલાથી રોડ માર્ગે આ ટાઉનશીપને જોડવામાં આવેલી છે. આ ટાઉનશીપને મુંબઈથી વિમાન માર્ગે પણ કનેક્ટ કરવામાં આવી છે. ટાઉનશીપમાં એ માટે પોતાની હવાઈપટ્ટી બાંધવામાં આવી છે.

શું છે આ એમ્બી વેલી? એ ક્યાં આવેલી છે?

આ ટાઉનશીપ પુણે શહેરથી 87 કિ.મી. દૂર અને મુંબઈથી 120 કિ.મી. દૂરના સ્થળે આવેલી છે. લોનાવલાથી રોડ માર્ગે આ ટાઉનશીપને જોડવામાં આવેલી છે. આ ટાઉનશીપને મુંબઈથી વિમાન માર્ગે પણ કનેક્ટ કરવામાં આવી છે. ટાઉનશીપમાં એ માટે પોતાની હવાઈપટ્ટી બાંધવામાં આવી છે. એમ્બી વેલી ટાઉનશીપ પહાડી વિસ્તારમાં 10,600 એકર (4,300 હેક્ટર) જમીન પર બાંધવામાં આવી છે. એને ભારતના શ્રેષ્ઠ આયોજિત શહેરોમાંના એક તરીકે ગણવામાં આવે છે. ત્યાં બંધ બાંધીને ત્રણ મોટા માનવસર્જિત સરોવરોનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. સૌથી મોટું સરોવર લંબાઈમાં 1.5 કિ.મી લાંબું છે. આ ટાઉનશીપમાં PGA 18-હોલ ગોલ્ફ કોર્સ છે. ટાઉનશીપને 2003માં ગ્રુએન-બોબી મુખરજી એન્ડ એસોસિએટ્સ દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું હતું અને માસ્ટર પ્લાન્ડ કરાયું હતું. આ પ્રોપર્ટી કુલ રૂ. 34,000 કરોડની હોવાનું મનાય છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે સહારા ગ્રુપે ઈન્વેસ્ટરોને જે નાણાં પરત કરવાના છે એ તેણે માર્કેટ રેગ્યૂલેટર SEBIને હજી ચૂકવ્યા નથી. એ રકમ વસૂલ કરવા માટે સહારાની એમ્બી વેલીનું લિલામ કરી દેવું.

કોર્ટે સુબ્રત રોય તથા એમના ગ્રુપને કહ્યું છે કે તેઓ એમ્બી વેલી પ્રોપર્ટી વિશેની તમામ વિગત 48 કલાકમાં સત્તાવાર લિક્વીડેટરને તેમજ SEBI એજન્સીને જણાવી દે.

સહારા ગ્રુપના વડા સુબ્રત રૉયે 27 એપ્રિલે કોર્ટમાં પ્રત્યક્ષ રીતે હાજર થઈને જણાવવું પડશે કે એમણે શા માટે આ રકમ હજી સુધી ચૂકવી નથી.

સુપ્રીમ કોર્ટે 2012ની સાલમાં સહારા ગ્રુપને આદેશ આપ્યો હતો કે ગ્રુપની સહારા ઈન્ડિયા રીયલ એસ્ટેટ કોર્પોરેશન લિમિટેડ અને સહારા હાઉસિંગ ઈન્વેસ્ટમેન્ટ કોર્પ લિમિટેડ કંપનીઓએ એમના ઈન્વેસ્ટરોને નાણાં પરત કરી દેવા. આ બે કંપનીની સ્થાપના અનુક્રમે 2008 અને 2009માં કરવામાં આવી હતી.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS