Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

જૂનાગઢ– હાલ ધોરણ 10 અને 12 ની પરીક્ષા રાજ્યભરમાં ચાલી રહી છે ત્યારે જૂનાગઢ અનેક પ્રૌઢ લોકો પરીક્ષા આપતા જોવા મળ્યાં હતાં જેમાં કોંગ્રેસ ભાજપ આગેવાનો પણ એક્ઝામ ડેસ્ક પર દેખા દઈ રહ્યાં છે.

જૂનાગઢના જ્ઞાનભારતી શૈક્ષણિક સંકુલમાં અનેક લોકો 50 વર્ષથી વધુની ઉમરના લોકો પરીક્ષા આપતા જોવા મળ્યાં હતાં જેમાં એક જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ પરબત મકવાણા જેની ઉંમર 70 વર્ષની છે. મૂળ ચોરવાડના કુકસવાડા ગામના વતની છે. આજના ટેક્નિકલ યુગમાં અભ્યાસ કેટલો જરૂરી છે તેની આ ઉંમરે સમજ આવતાં ધોરણ 10 ની પરીક્ષા આપીને પાસ થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી
જયારે ધોરણ 10ની પરીક્ષા આપવામાં ભાજપના આગેવાન પણ પાછળ નથી જૂનાગઢ ભાજપના જિલ્લા પંચાયતના મહિલા પૂર્વ પ્રમુખના પતિ દિનેશ ખટારીયા પણ પરીક્ષા આપતા જોવા મળ્યાં હતાં જેમની ઉંમર પણ 55 વર્ષની છે. દિનેશ ખટારીયાનું કહેવું છે કે સરકાર પારદર્શક વહીવટમાં માને છે ત્યારે જીવનમાં શિક્ષણનું અનેરું મહત્વ છે એટલે મેં પણ ધોરણ 10 પાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી
ધોરણ 10 પાસ કરવાની ઈચ્છા રાખનાર કોંગ્રેસ ભાજપના આગેવાનોને એ ડર કદાચ સતાવી રહ્યો છે કે ચૂંટણીપંચ એવો નિયમ લાવશે કે જે વ્યક્તિ 10 પાસ હોય તે જ ચૂંટણી લડી શકે.જેના ડરના કારણે પરીક્ષા આપી રહ્યાં છે.
તસવીર-અહેવાલઃ વિજય ત્રિવેદી

Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS