Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ગાંધીનગર– પવિત્ર યાત્રાધામ વિકાસ અંગેની સમીક્ષા બેઠકમાં વરિષ્ઠ નાગરિકોને યાત્રાધામ- તીર્થક્ષેત્રના પ્રવાસમાં 50 ટકા રાહત આપતી યોજનાની બજેટમાં જાહેરાત કરાઈ હતી. જેનો આ શ્રાવણમાં અમલ કરવા અંગે જરૂરી સૂચનાઓ અપાઈ હતી. શ્રવણતીર્થ દર્શન યોજનાનો અમલ યાત્રાધામ વિકાસ બોર્ડ સંબધિત વિભાગો સાથે સંકલન કરીને અમલી બનાવશે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના પવિત્ર યાત્રાધામોનો સર્વગ્રાહી વિકાસ પ્લાન ઘડી કાઢવાનું પ્રેરક સૂચન કર્યુ છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રવાસન વિકાસ માટે આ પ્લાન ઉપયુકત બનશે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આ સ્ટેટ લેવલ એકશન પ્લાન દ્વારા પવિત્ર યાત્રાધામો પૈકીના મોટા યાત્રાધામોમાં સ્થાનિક વિસ્તારના વિકાસકામો, સ્વચ્છતા સફાઇ વગેરે સમાજદાયિત્વ કાર્યોમાં યાત્રાધામ-દેવસ્થાન ટ્રસ્ટને મળતા દાન-ભંડોળનો પણ સરકારની સહાય-ગ્રાન્ટ સાથે વિનિયોગ થાય તે આવકાર્ય છે. વિજયભાઇ રૂપાણીએ હોલિસ્ટીક એપ્રોચથી સોશ્યલ અને ઇકોનોમિકલ ઇમ્પેકટ માટે આવાં વિકાસકાર્યોથી પ્રેરણા મળશે તેમ પણ જણાવ્યું હતું.

મુખ્યપ્રધાનના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી પવિત્ર યાત્રાધામ વિકાસ અંગેની સમીક્ષા બેઠકમાં રાજ્યના છ મોટાં યાત્રાધામો સહિત સરકાર હસ્તકના ર૯૭ જેટલા યાત્રાધામોના વિકાસ આયોજનો તથા પ્રગતિ હેઠળના વિકાસકાર્યોની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. મુખ્યપ્રધાને યાત્રા-તીર્થધામોને સ્વચ્છ-સાફ ચોખ્ખાં રાખવા 24×7 સ્વચ્છતા-સફાઇ કામો સતત હાથ ધરાય અને સ્થાનિક નાગરિકો સહિત યાત્રા-પ્રવાસે આવનારા સૌ કોઇને સ્વચ્છ-રળિયામણા વાતાવરણની અનુભૂતિ થાય તે માટેની કાર્યયોજના રાજ્યભરના યાત્રાધામોમાં આગામી તા. ૧૬મી એપ્રિલથી શરૂ થઇ જાય તે માટેના સૂચનો કર્યા હતા.

રાજ્યમાં આ વર્ષે યાત્રાધામોના વિકાસ માટે ૧૦૯ કરોડ રૂપિયાની જે ફાળવણી થઇ છે તેના સુચારૂ ઉપયોગ દ્વારા યાત્રા-તીર્થ ધામોમાં પ્રાયોરિટી તય કરીને વિકાસના કામો શરૂ કરવા બેઠકમાં ગહન ચર્ચા હાથ ધરાઇ હતી. મુખ્યપ્રધાને ગુજરાતના પ્રવાસન આકર્ષણ એવા મોઢેરા સૂર્યમંદિર સહિતના પરિસર-ગ્રામીણ ક્ષેત્રને સૌરઊર્જા સંચાલિત કરવાની નેમ દર્શાવતાં ઉમેર્યુ કે, સૂર્ય ઊર્જાની પૌરાણિક મહત્તા સાથે આ ધામ જોડાયેલું છે તેને પ્રવર્તમાન સોલાર એનર્જીના પરિપ્રેક્ષ્યમાં ઊજાગર કરવાની પણ જરૂરિયાત છે.

વિજય રૂપાણીએ આ વર્ષના બજેટમાં વરિષ્ઠ નાગરિકોને યાત્રાધામ-તીર્થક્ષેત્રના પ્રવાસમાં પ૦ ટકા રાહત આપતી ખાસ શ્રવણતીર્થ દર્શન યોજનાની જે જાહેરાત કરી છે, તેને પણ યાત્રાધામ વિકાસ બોર્ડ સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને ત્વરાએ અમલી બનાવે તેવું સૂચન કર્યુ હતું.

અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે રાજ્યમાં અંબાજી, દ્વારકા, સોમનાથ, ગિરનાર, પાલીતાણા અને ડાકોર એમ છ મોટા યાત્રાધામોમાં યાત્રી-સુવિધા વિકાસના કાર્યો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. આ બેઠકમાં પ્રવાસનપ્રધાન ગણપતસિંહ વસાવા, યાત્રાધામ વિકાસપ્રધાન દિલીપકુમાર ઠાકોર, સાંસ્કૃતિક પ્રવૃતિઓના રાજ્યપ્રધાન રાજેન્દ્રભાઇ ત્રિવેદી, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અધ્યક્ષ મહેન્દ્રભાઇ ત્રિવેદી, ઉપાધ્યક્ષ રાજુભાઇ ધ્રુવ સહિત મુખ્યપ્રધાનના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન અને અગ્રસચિવ એસ.અપર્ણા, પ્રવાસન અગ્રસચિવ એસ. જે. હૈદરે પણ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS