Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – આ વર્ષની ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધા જીતનાર મુંબઈ ઈન્ડિયન્સ ટીમને એક અન્ય ખેલના સુપરસ્ટાર તરફથી સ્પેશિયલ ગિફ્ટ પ્રાપ્ત થઈ છે.

ટીમને આ ગિફ્ટ મોકલાવી છે વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ (WWE)ના સુપરસ્ટાર કુસ્તીબાજ ‘ટ્રિપલ એચ’એ.

ટ્રિપલ H એ ગયા મે મહિનામાં વચન આપ્યું હતું કે જો મુંબઈ ઈન્ડિયન્સ ટીમ આ વખતની આઈપીએલ ટ્રોફી જીતશે તો પોતે એના WWE વર્લ્ડ હેવીવેઈટ ચેમ્પિયનશિપ બેલ્ટની એક પ્રતિકૃતિ ટીમને મોકલશે.

રોહિત શર્માના સુકાનીપદ હેઠળની મુંબઈ ટીમે આ વર્ષની આઈપીએલ ફાઈનલમાં રાઈઝિંગ પુણે સુપરજાયન્ટને પરાજય આપીને સ્પર્ધાના ઈતિહાસમાં ત્રીજી વાર ટ્રોફી જીતી હતી.

રોહિત શર્માએ પશ્ચાદભૂમાં બાન્દ્રા-વરલી સી-લિન્ક બ્રિજ દેખાય એ રીતે કસ્ટમાઈઝ્ડ (પ્રતિકૃતિ સમાન) WWE ચેમ્પિયનશિપ બેલ્ટ હાથમાં પકડીને તસવીર પડાવી હતી એ તસવીર બાદમાં મુંબઈ ઈન્ડિયન્સે સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી છે.

ટ્રિપલ એચ કુસ્તીબાજે મુંબઈ ટીમને આપેલું વચન 13 જુલાઈએ પાળી બતાવ્યું હતું. એણે ટ્વીટ કરીને આની જાણકારી કરી હતી.

મુંબઈ ઈન્ડિયન્સ ટીમે પણ વળતું ટ્વીટ કરીને ટ્રિપલ એચનો આભાર માન્યો છે.

ટ્રિપલ એચ કુસ્તીબાજ અવારનવાર ખેલકૂદ ટીમોને એમની કોઈ જ્વલંત સફળતા બદલ આ રીતે ઈનામ આપતો હોય છે. અગાઉ એણે ચેલ્સી સોકર ટીમે આ વર્ષે ઈંગ્લિશ પ્રીમિયર લીગ સ્પર્ધા જીતી હતી ત્યારે એના કેપ્ટન જોન ટેરીને આવો જ બેલ્ટ ગિફ્ટમાં મોકલ્યો હતો. એવી જ રીતે, 2016માં એનબીએ ચેમ્પિયનશિપ જીતનાર ગોલ્ડન સ્ટેટ વોરિયર્સ ટીમને પણ આવો બેલ્ટ ગિફ્ટમાં મોકલ્યો હતો.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS