Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી- કેન્દ્ર સરકાર પ્રોવિડંડ ફંડ મેમ્બર્સને ઘર ખરીદવા માટે 90 ટકા સુધીની પીએફની રકમ ઉપાડવા માટે નિયોમોમાં સુધારો કરશે. જેના કારણે ઈપીએફઓ મેમ્બર્સને ઘર ખરીદવા માટે ડાઉન પેમેન્ટની  ચૂકવણી કરવામાં મદદ મળશે. કેન્દ્ર સરકાર તરફથી બુધવારે સંસદમાં આ જાણકારી આપવામાં આવી હતી.

નિયમોમાં સુધારા બાદ આ સ્કિમ હેઠળ કર્મચારીઓ તેમના ઈપીએફ ખાતામાંથી હોમલોનનો ઈએમઆઈ પણ ભરી શકશે. ઈપીએફઓ તરફથી રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવમાં નવી જોગવાઈઓ  મુજબ ઓછામાં ઓછા 10 સબસ્ક્રાઈબર્સે મળીને એક કો-ઓપરેટિવ સોસાયટીની રચના કરવી પડશે. ત્યાર બાદ જ પીએફ ખાતામાંથી રકમ ઉપાડી શકાશે.

આ ઉપરાંત સરકાર કર્મચારી પ્રોવિડન્ડ ફંડ સ્કિમ 1952માં કેટલાક સુધારા કરી રહી છે. આ સ્કિમમાં પેરેગ્રાફ 68Dને જોડવામાં આવશે. નવી નિયમ મુજબ  જો કોઈ સબસ્ક્રાઈબર કોઈ પણ કો-ઓપરેટિવ સોસાયટી અથવા હાઉસિંગ સોસાયટીનો સભ્ય હોય તો તે ઘર ખરીદવા માટે તેમના પીએફ ખાતામાંથી 90 ટકા સુધીની  રકમ ઉપાડી શકશે. તેમજ મકાનના નિર્માણ માટે પણ રકમ ઉપાડી શકશે.

ઉલ્લેખનીય છે કે, મોટાભાગના કર્મચારીઓ પોતાનું કામકાજવાળું જીવન ભાડાના મકાનમાં કાઢી નાખે છે. અને નિવૃતિ પછી મળતી તમામ રકમનો ઉપયોગ ઘર ખરીદવામાં કરે છે. હાલ ઈપીએફઓ હેઠળ આવતા તમામ કર્મચારીઓને તેમની કુલ સેલેરીના 12 ટકા રકમ પ્રોવિડંડ ફંડમાં આપવી પડે છે. જેમાં ટોટલ પગાર ઉપરાંત મોંઘવારી ભથ્થું પણ શામિલ હોય છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS