Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ તેનાં ચાહકો અને સમર્થકોને અપીલ કરી છે કે તેઓ મુંબઈના દરિયાકિનારાઓને સ્વચ્છ બનાવે.

સોનાક્ષીએ ટ્વિટર ઉપર આ અપીલ કરી છે અને સાથે એક કાર્યક્રમનું પોસ્ટર પણ શેર કર્યું છે, જેમાં આવું વંચાય છેઃ ‘નાગરિકો ભેગા થાવ… ગાંધીજીની પ્રતિમા પાસે, જુહુ બીચ ખાતે, સપ્ટેંબર 6.’

‘દબંગ’ ફિલ્મ સાથે બોલીવૂડમાં કારકિર્દી શરૂ કરનાર 30 વર્ષીય અભિનેત્રી સોનાક્ષીએ ટ્વીટ કર્યું છે કે, ‘મને આશા છે કે એક દિવસ એવો આવશે આપણે કોઈ ગંદકી નહીં કરીએ. ચાલો સૌ ભેગાં થઈએ, બીચને ગંદકીથી મુક્ત કરીએ.’

મુંબઈમાં દરિયાકિનારાઓને સ્વચ્છ કરવાની ઝુંબેશ કોઈ બોલીવૂડ હસ્તીએ આદરી હોય એવો આ પહેલો પ્રસંગ નથી. ગયા મહિને, અભિનેત્રી દીયા મિર્ઝાએ તેનાં નિર્માતા-પતિ સાહિલ સાંઘાની સાથે આવી જ ઝુંબેશ શરૂ કરી હતી.

સોનાક્ષી ટૂંક સમયમાં અભય ચોપરા દિગ્દર્શિત થ્રિલર ફિલ્મ ‘ઈત્તેફાક’માં જોવા મળશે. આ ફિલ્મ 1969માં આ જ નામ પરથી આવેલી ફિલ્મ પર આધારિત છે.

સોનાક્ષી સાથે આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને અક્ષય ખન્નાની પણ મહત્વની ભૂમિકા છે.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS