Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

કરાચી – દંતકથાસમા સિતારવાદક ઉસ્તાદ રઈસ ખાનનું ગઈ કાલે શનિવારે કરાચીમાં નિધન થયું છે. જૂની હિન્દી ફિલ્મોના અનેક ગીતોને યાદગાર બનાવવામાં એમણે પોતાની રોમેન્ટિક અને તીવ્ર સ્ટાઈલના સિતારવાદન દ્વારા મહત્વની ભૂ્મિકા પ્રદાન કરી હતી.

સ્વરસામ્રાજ્ઞી ભારત રત્ન લતા મંગેશકરે પણ ઉસ્તાદ રઈસ ખાનના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને ટ્વીટ દ્વારા એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

ઉસ્તાદ રઈસ ખાન છેલ્લા કેટલાક વખતથી બીમાર હતા અને પથારીવશ હતા.

એમનો જન્મ 1939ની 25 નવેંબરે ઈન્દોરમાં થયો હતો. તેઓ સંગીતકારોના પરિવારમાં જન્મ્યા હતા. એમણે બહુ નાની વયથી જ સંગીત શીખવાનું શરૂ કર્યું હતું.

એમના નાના ઈનાયત અલી ખાન ભારતીય ઉપખંડમાં સિતારવાદક તરીકે પંકાયેલા હતા. રઈસ ખાને એમની પાસેથી જ સિતારવાદનની તાલીમ મેળવી હતી.

રઈસ ખાન જાણીતા શાસ્ત્રીય ગાયિકા બિલ્કીસ ખાનૂમના પતિ હતા.

ઉસ્તાદ રઈસ ખાને સિતારવાદન પીરસીને જે હિન્દી ફિલ્મી ગીતોને યાદગાર બનાવવામાં ભૂમિકા પ્રદાન કરી હતી તે નીચે મુજબ છેઃ

– મેરી આંખો સે કોઈ નીંદ (પૂજા કે ફૂલ, 1964)

– નગ્મા-ઓ-શેર કી સૌગાત કીસે પેશ કરું (ગઝલ, 1964)

– ઈશારોં ઈશારોં મેં દિલ લેનેવાલે (કશ્મીર કી કલી, 1964)

– તુમ્હેં યાદ કરતે કરતે (આમ્રપાલી, 1966)

– તુમ્હારી ઝૂલ્ફ કે સાયે મેં શામ કર લૂંગા (નૌનિહાલ, 1967)

– ચંદન સા બદન, ચંચલ ચિતવન (સરસ્વતિચંદ્ર, 1968)

– હમ હૈં મતા-એ-કૂચા-ઓ-બાઝાર કી તરહ (દસ્તક, 1970)

– બૈયાં ના ધરો, ઓ બલમા (દસ્તક, 1970)

– ઈતના તો યાદ હૈ મુઝે કી ઉનસે મુલાકાત હુઈ (મેહબૂબ કી મેહંદી, 1971)

– બહારોં મેરા જીવન ભી સવારોં (મેહબૂબ કી મેહંદી, 1971)

– રસ્મ-એ-ઉલફત કો નિભાયેં તો નિભાયેં કૈસે (દિલ કી રાહેં, 1973)

– આ જ સોચા તો આંસુ ભર આયે (હંસતે જખ્મ, 1973)

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS