Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી – ઓપનર મુરલી વિજયને કાંડામાં ઈજા થઈ છે અને તે શ્રીલંકાના પ્રવાસે જઈ શકે એમ નથી. 16-સભ્યોની ટીમમાં એની જગ્યાએ શિખર ધવન જશે.

શ્રીલંકામાં ભારતીય ટીમ ત્રણ ટેસ્ટમેચની સિરીઝ રમશે. પહેલી મેચ 26 જુલાઈથી શરૂ થશે.

સિનિયર પુરુષ ક્રિકેટ ટીમની પસંદગી સમિતિએ ટેસ્ટ ટીમમાં ઈન્જર્ડ થયેલા મુરલી વિજયની જગ્યાએ શિખર ધવનને શ્રીલંકા પ્રવાસે મોકલવાનો નિર્ણય લીધો છે એમ બીસીસીઆઈના માનદ્દ સચિવ અમિતાભ ચૌધરીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

વિજયને ઓસ્ટ્રેલિયન ટીમના ભારત પ્રવાસ દરમિયાન એક પ્રેક્ટીસ મેચ રમતી વખતે જમણા હાથના કાંડામાં ઈજા થઈ હતી. બીસીસીઆઈની મેડિકલ ટીમે વિજયને સલાહ આપી છે કે તેણે ઉપચાર ચાલુ રાખવો જોઈએ.

ધવન ભારતની વન-ડે ઈન્ટરનેશનલ ટીમમાં રેગ્યૂલર સભ્ય રહ્યો છે. એ 23 ટેસ્ટ મેચ પણ રમ્યો છે અને એમાં તેણે 38.52ની સરેરાશ સાથે રન કર્યા છે. એણે ચાર સેન્ચૂરી સાથે 1464 રન કર્યા છે. એ છેલ્લે, 2016માં ઘરઆંગણે ન્યુ ઝીલેન્ડ સામેની સિરીઝ વખતે ટેસ્ટ મેચ રમ્યો હતો.

શ્રીલંકાના પ્રવાસમાં ટેસ્ટ સિરીઝ પૂરી થયા બાદ ભારતીય ટીમ પાંચ વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ રમશે, જેનો આરંભ 20 ઓગસ્ટથી થશે. ત્યારબાદ 6 સપ્ટેંબરે બંને ટીમ એકમાત્ર ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમશે.

ભારતીય ટીમ આ મુજબ છેઃ

વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), રોહિત શર્મા, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, રિદ્ધિમાન સહા (વિકેટકીપર), ઈશાંત શર્મા, ઉમેશ યાદવ, હાર્દિક પંડ્યા, ભૂવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ અને અભિનવ મુકુંદ.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS