Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ન્યુ યોર્ક સિટી – શાહિદ કપૂર અને આલિયા ભટ્ટને ‘ઉડતા પંજાબ’ ફિલ્મમાં કરેલા ઉત્કૃષ્ટ અભિનય બદલ અહીં આયોજિત ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડેમી (IIFA) એવોર્ડ્સ-2017માં અનુક્રમે શ્રેષ્ઠ અભિનેતા અને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેના એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે.

આ જ ફિલ્મ માટે બેસ્ટ ડેબ્યૂ એક્ટર તરીકેનો એવોર્ડ દિલજીત દોસાંજે જીત્યો છે.

શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ સોનમ કપૂર અભિનીત ‘નીરજા’ ફિલ્મે જીત્યો છે. આ ફિલ્મ 80ના દાયકામાં કરાચીમાં એક અપહૃત ફ્લાઈટ પર પ્રવાસીઓને ઉગારવાનો પ્રયાસ કરવા જતાં પોતાનો જાન ગુમાવનાર એર હોસ્ટેસ નીરજા ભનોતનાં જીવનની સત્યઘટના પરથી બનાવવામાં આવી છે.

‘નીરજા’ ફિલ્મે ઐ દિલ હૈ મુશ્કિલ, એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી, સુલ્તાન, ઉડતા પંજાબને પરાજય આપ્યો છે.

શાહિદ કપૂરને કેટરીના કૈફનાં હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો હતો તો આલિયાને એવોર્ડ એનાયત કરનાર હતો વરુણ ધવન.

IIFA એવોર્ડ્સ-2017માં બે જ્યૂરી સભ્યો – અનુપમ ખેર અને શબાના આઝમીએ શ્રેષ્ઠ સહાયક કલાકારો તરીકે એવોર્ડ જીત્યો છે.

અનુપમ ખેરે એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી માટે અને શબાનાએ નીરજા ફિલ્મમાં ભજવેલી ભૂમિકા માટે આ એવોર્ડ જીત્યો છે.

શ્રેષ્ઠ સહાયક અભિનેતાની કેટેગરીમાં અન્ય ઉમેદવારો હતા – રજત કપૂર (કપૂર એન્ડ સન્સ), રાજકુમાર રાવ (અલીગઢ), રીશી કપૂર (કપૂર એન્ડ સન્સ), અમિતાભ બચ્ચન (વઝીર).

શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીઓના વર્ગમાં શબાનાએ એન્ડ્રીયા તારિયાંગ (પિન્ક), રત્ના પાઠક-શાહ (કપૂર એન્ડ સન્સ), દિશા પટની (એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી) અને રીચા ચઢ્ઢા (સરબજીત)ને પાછળ રાખી દીધી હતી.

શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ અનિરુદ્ધ રોય ચૌધરીએ ‘પિન્ક’ ફિલ્મ માટે જીત્યો છે.

આઈફા એવોર્ડ્સની આ 18મી આવૃત્તિ ન્યુ યોર્ક સિટીના મેટલાઈફ સ્ટેડિયમ ખાતે યોજવામાં આવી હતી. દર વર્ષે આ એવોર્ડ વિશ્વમાં અલગ અલગ શહેરમાં યોજવામાં આવે છે. આ વખતે ન્યુ યોર્ક સિટીમાં આ એવોર્ડ્સ કાર્યક્રમ ત્રણ-દિવસનો છે જેનો આરંભ 13 જુલાઈથી કરવામાં આવ્યો હતો.

IIFA 2017 એવોર્ડ્સના આ છે વિજેતાઓઃ

શ્રેષ્ઠ ફિલ્મ – નીરજા

શ્રેષ્ઠ અભિનેતા – શાહિદ કપૂર (ઉડતા પંજાબ)

શ્રેષ્ઠ અભિનેત્રી – આલિયા ભટ્ટ (ઉડતા પંજાબ)

શ્રેષ્ઠ દિગ્દર્શક – અનિરુદ્ધ રોય ચૌધરી (પિન્ક)

શ્રેષ્ઠ સહાયક અભિનેતા – અનુપમ ખેર (એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી)

શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી – શબાના આઝમી (નીરજા)

શ્રેષ્ઠ ડેબ્યૂ એક્ટર – દિલજીત દોસાંજ (ઉડતા પંજાબ)

શ્રેષ્ઠ ડેબ્યૂ એક્ટ્રેસ – દિશા પટની (એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી)

બેસ્ટ પરફોર્મન્સ ઈન નેગેટિવ રોલ – જિમ સરભ (નીરજા)

બેસ્ટ કોમિક એક્ટર – વરુણ ધવન (ઢીશૂમ)

શ્રેષ્ઠ સંગીતકાર – પ્રીતમ (ઐ દિલ હૈ મુશ્કિલ)

શ્રેષ્ઠ ગાયક – અમિત મિશ્રા (બુલેયા – ઐ દિલ હૈ મુશ્કિલ)


શ્રેષ્ઠ ગાયિકા – કનિકા કપૂર (ઉડતા પંજાબ) અને તુલસી કુમાર (એરલિફ્ટ)


શ્રેષ્ઠ ગીતકાર – અમિતાભ ભટ્ટાચાર્ય (ચન્ના મેરેયા, ઐ દિલ હૈ મુશ્કિલ)

‘આઈફા’ વુમન ઓફ ધ યર – તાપસી પન્નુ


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS