Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

887A0131 અમદાવાદ– સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) છારોડીમાં આજે બુધવારથી મહાવિષ્ણુયાગનો પ્રારંભ થઈ ગયો છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ મહાવિષ્ણુયાગ અંતર્ગત દરરોજ સવારે 7 વાગ્યાથી 8 વાગ્યા સુધી વિશિષ્ટ સૂર્યનારાયણની ઉપાસના કરવામાં આવશે.આ ઉપરાંત વિશ્વશાંતિ અને પર્યાવરણની જાળવણી અર્થે સંપૂર્ણ વૈદિક શાસ્ત્ર વિધીથી 1111 કુંડીનો મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞમાં આહુતિ આપનાર હરિભક્તોની સૌ પ્રથમ દેહશુદ્ધિ કરવામાં આવશે. અને ત્યાર બાદ હરીભક્તોને યજ્ઞમાં આહુતિ આપવા દેવામાં આવશે.

સંપૂર્ણ વૈદિક શાસ્ત્ર વિધીથી થશે મહાયજ્ઞઃ

આ મહાવિષ્ણુયાગમાં વિશ્વશાંતિ માટે પ્રાર્થના તેમજ વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવશે. તો આ મહાવિષ્ણુયાજ્ઞમાં પર્યાવરણની જાગૃતિ માટે પીપળો, ખાખરો, ખેર, ઉમરો, ખીજડો તેમજ ઘી, જવ, તલ, ડાંગર, પાયસ જેવા દ્રવ્યોથી આહૂતીઓ આપવામાં આવશે.

1111 કુંડીય મહાયજ્ઞ માટે યજ્ઞશાળા બનાવવામાં આવી છે. તેના મુખ્ય પ્રવેશ દ્રાર ઉપર કલાત્મક રીતે દશાવતાર બનાવામાં આવ્યો છે. તો ભક્તિપ્રકાશદાસજીની પ્રેરણાથી પુરાણી બાલકૃષ્ણદાસજીના સાનિધ્યમાં વૈદિક યાગનું મહત્વ સમજાવવામાં આવશે.

SGVP ગુરુકુળ મહાયજ્ઞના ફોટા

 

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS