Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદ– શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીની આગેકૂચ જળવાઈ રહી હતી. ચોમાસાનું વહેલું આગમન થવાની ધારણા વચ્ચે શેરબજારમાં નવા વિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. રીટેઈલ ફુગાવો અને જથ્થાબંધ ફુગાવો ઘટીને આવ્યો છે. નિકાસમાં વધારો થયો છે. આમ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો માઈક્રો ઈકોનોમી રીપોર્ટ પ્રોત્સાહક આવ્યો છે, જેને પગલે આરબીઆઈ વ્યાજ દરમાં ઘટાડો કરે તેવો આશાવાદ છે. જેથી ઈન્ડેક્સ બેઈઝ્ડ અને બ્લૂચિપ શેરોમાં નવી લેવાલી ચાલુ રહી હતી. ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 30,692.45 લાઈફ ટાઈમ હાઈની નવી સપાટી બતાવી હતી. તેમજ નિફટી ઈન્ડેક્સે 9532.60 લાઈફ ટાઈમ હાઈ સપાટી બનાવી હતી. જો કે ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 76.17(0.25 ટકા) વધી 30,658.77 ઑલ ટાઈમ હાઈ બંધ થયો હતો. અને નિફટી ઈન્ડેક્સ 13.50 વધી 9525.75 ઑલ ટાઈમ હાઈ બંધ રહ્યો હતો.

આજે એશિયાઈ અને યુરોપના સ્ટોક માર્કેટ માઈનસ હતા, તેમ છતાં બ્લૂચિપ શેરોમાં નવી લેવાલીનો દોર જળવાઈ રહ્યો હતો. એફઆઈઆઈ છેલ્લી દસ ટ્રેડિંગ સેશનથી નેટ બાયર છે. સ્થાનિક નાણા સંસ્થાઓ ઊંચે મથાળે સામાન્ય પ્રોફિટ બુકિંગ કરી રહી છે. સારા ચોમાસાના આશાવાદ પાછળ જ શેરબજારમાં તેજીની આગેકૂચ રહી છે.

BSE સેન્સેક્સ 76.17 પ્લસ રહ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ ગઈકાલના બંધ 30,582.60ની સામે આજે સવારે 30,616.53ના ઊંચા મથાળે ખુલીને શરૂમાં વધુ વધી 30,692.45 લાઈફ ટાઈમ હાઈની નવી સપાટી બતાવી હતી, અને ત્યાંથી પાછો પડી 30,519.14 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 30,658.77 ઑલ ટાઈમ હાઈ બંધ થયો હતો, જે ગઈકાલના બંધની સરખામણીએ 76.17 ઊંચો રહ્યો હતો.

NSE નિફટી ઈન્ડેક્સ 13.50 વધ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી ઈન્ડેક્સ ગઈકાલના બંધ 9512.25ની સામે આજે સવારે 9517.60 ખુલ્યો હતો. જે શરૂમાં વધીને 9532.60 લાઈફ ટાઈમ હાઈની નવી સપાટી બનાવી હતી, ત્યાં નફારૂપી વેચવાલીથી આવતાં પાછો પડી 9486.10 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 9525.75 બંધ થયો હતો, જે ગઈકાલના બંધની સરખામણીએ 13.50ની મજબૂતી દર્શાવે છે.

– ઈન્ડિયા ગ્રિડ ટ્રસ્ટનો આઈપીઓ આજે ખુલ્યો છે, અને 19 મે એ બંધ થશે. તેની શેરની પ્રાઈઝ બેન્ડ 98થી 100 રૂપિયા રખાઈ છે.
– પીએસપી પ્રોજેક્ટનો ઈસ્યુ આજે ખુલ્યો છે, અને તે 19 મે સુધી ખુલ્લો રહેશે, તેના શેરની પ્રાઈઝ બેન્ડ 205-210 રૂપિયા નિયત કરાઈ છે.
– એનઆઈઆઈટીનો Q4માં નફો 69.70 ટકા વધી રૂપિયા 30.20 કરોડ રહ્યો
– એડવવેઈઝનો નફો Q4માં 39.7 ટકા વધી રૂપિયા 170 કરોડ આવ્યો
– બજાજ ફાઈનાન્સનો Q4માં નફો 43 ટકા વધી રૂપિયા 449 કરોડ નોંધાયો છે.
– એચડીએફસીના ચેરમેન દીપક પારેખનું કહેવું છે કે એફોર્ડેબલ હાઉસીંગ પ્રોજેક્ટમાં આગામી 5 વર્ષમાં સારો ગ્રોથ હાંસલ કરી શકાશે.
– પાવર કંપનીઓ માટે આનંદના સમાચાર છે, કેબિનેટની બેઠકે કૉલ લિંકેજ પૉલીસીને મંજૂરી આપી દીધી છે. સરકારે કૉલ લિંકેજ પૉલીસી અનુસાર હવે વિજળી કંપનીઓને કોલસો ઉપલબ્ધ કરાવવાના નિયમોમાં ફેરફાર કર્યો છે.
– આજે ઓટોમોબાઈલ, બેંક, કેપિટલ ગુડઝ, મેટલ સેકટરના શેરોમાં નવી લેવાલી ચાલુ રહી હતી, પરિણામે તેજીની આગેકૂચ જોવાઈ હતી.
– તેજી બજારમાં પણ કન્ઝ્યુમર ડ્યુરેબલ, ફાર્મા, એફએમસીજી, આઈટી, ટેકનોલોજી, ઓઈલ એન્ડ ગેસ સેકટરરના શેરોમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગથી સામાન્ય નરમાઈ રહી હતી.
– આજે સૌથી વધુ ઊંચકાયેલા શેરોમાં ટાટા સ્ટીલ(8.18 ટકા), ભારતી ઈન્ફ્રાટેલ(3.55 ટકા), ટાટા મોટર્સ(2.71 ટકા), આઈસીઆઈસીઆઈ બેંક(2.35 ટકા) અને ટાટા પાવર(1.79 ટકા).
– આજે સૌથી વધુ ગગડેલા શેરોમાં ટેક મહિન્દ્રા(2.91 ટકા), એસીસી(2.06 ટકા), બોશ(1.97 ટકા), યશ બેંક(1.94 ટકા) અને અદાણી પોર્ટ(1.68 ટકા).


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS