Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદ– શેરબજારમાં સતત ત્રીજા દિવસે નરમાઈ આગળ વધી હતી. ગ્લોબલ માર્કેટના નેગેટિવ સમાચાર અને સેબી દ્વારા 331 શેલ કંપનીઓની ઓળખ જાહેર કરી છે, અને ટ્રેડિંગ પર પ્રતિબંધ મુક્યો છે, જેને પગલે તેજીવાળા ખેલાડીઓએ શેરોની જાતે-જાતમાં ભારે વેચવાલી કાઢી હતી. તેની સાથે રોકડાના નાની કીમતના શેરોમાં જોરદાર વેચવાલીથી શેરોના ભાવમાં ગાબડા પડ્યા હતા. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 216.35 ગબડી 31,797.84 બંધ રહ્યો હતો. તેમજ નિફટી 70.50 તૂટી 9908.05 બંધ થયો હતો. સતત બીજા દિવસે નિફટી 10,000ની નીચે બંધ રહ્યો હતો.

ચીન વારંવાર ધમકીઓ આપી રહ્યું છે. ડોકલામ વિવાદ પાછળ ચીન-ભારત સરહદે તંગદિલી વધી છે. જેથી શેરબજારમાં છેલ્લા સપ્તાહથી સાવચેતીનું વાતાવરણ છવાયું છે. દરેક ઉછાળે નફારૂપી વેચવાલી આવ્યા કરે છે. આજે સતત ત્રીજા દિવસે સેન્સેક્સ અને નિફટી ઘટ્યા હતા. ગ્લોબલ માર્કેટમાં એશિયાઈ સ્ટોક માર્કેટ અને એશિયાઈ સ્ટોક માર્કેટ સતત ઘટીને આવ્યા હતા. જેથી ભારતીય શેરબજારનું જનરલ સેન્ટિમેન્ટ ખરડાઈ ગયું છે. તેમજ ભારત-ચીન અને પાકિસ્તાન સરહદની તંગદિલીને પગલે બુલ ઓપરેટરોએ નવી લેવાલી અટકાવી દીધી છે, અને દરેક ઊંચા મથાળે ઉભા લેણ સુલટાવી રહ્યા છે. આથી માકેટ ઘટ્યું હતું. આજે ઓલમોસ્ટ તમામ સેકટર રેડ કલરમાં બંધ રહ્યા હતા.

  • બીએસઈ ઓટો સેકટર ઈન્ડેક્સ 416 પોઈન્ટ તૂટયો
  • બેન્કેક્સ 245 પોઈન્ટ ગબડ્યો
  • બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સમાં 511 પોઈન્ટનું ગાબડું
  • બીએસઈ કેપિટલ ગુડ્ઝ સેકટર ઈન્ડેક્સ 194 પોઈન્ટ ઘટ્યો
  • રોકડાના શેરોમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 256.48 માઈનસ બંધ રહ્યો
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 269.54 તૂટ્યો હતો.
  • સિટી યુનિયન બેંકનો નફો 13.6 ટકા વધ્યો
  • એનએચપીસીનો નફો સાધારણ વધ્યો, કુલ આવક 6 ટકા વધી
  • બેંક ઓફ ઈન્ડિયાનો નફો રૂ.87.70 કરોડ આવ્યો
  • મુંજાલ સોવાનો નફો 17.8 ટકા વધ્યો.
  • યુએસ એફડીએએ ક્લેરિસ લાઈફના અમદાવાદ પ્લાન્ટ માટે 18 વાંધા રજૂ કર્યા છે. જે સમાચાર પાછળ ક્લેરિસ લાઈફનો શેર 2.5 ટકા તૂટ્યો હતો.
  • સરકારી બેંકના જોડાણની પ્રક્રિયા હવે ઝડપથી થશે. કેનેરા બેંક, બેંક ઓફ બરોડા અને પીએનબી જેવી નાની બેંકોનું જોડાણ થઈ શકે છે.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS