Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદ– શેરબજારમાં સતત ચોથા દિવસે નરમાઈ આગળ વધી હતી. ગ્લોબલ માર્કેટના નેગેટિવ અહેવાલો અને સેબી દ્વારા શેલ કંપનીઓ પરના પગલાથી શેરબજારનું જનરલ સેન્ટિમેન્ટ ખરડાયું હતું. તેની સાથે ભારત-ચીન સરહદ પર તંગદિલી વધી રહી છે. જે સમાચાર પાછળ શેરોની જાતે-જાતમાં દરેક ઉછાળે વેચવાલી ચાલુ રહી હતી. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 266.51(0.84 ટકા) તૂટી 31,531.33 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 87.80(0.89 ટકા) ગબડી 9820.25 બંધ થયો હતો.

આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટની નરમાઈ પાછળ શેરોના ભાવ નીચા મથાળે ગેપમાં ખુલ્યા હતા. તેજીવાળા ખેલાડીઓની વેચવાલીનો દોર ચાલુ રહ્યો હતો. એફઆઈઆઈની પણ વેચવાલી હતી. જેથી મંદીવાળા ખેલાડીઓએ પણ નવું વેચવાની શરૂઆત કરી હતી. ભારત-ચીન સરહદ પર છમકલું થાય તેવી શકયતા છે. જેથી શેરબજારમાં તેજીવાળા ઓપરેટરો સાવચેતીના મુડમાં આવી ગયા છે. છેલ્લા ચાર દિવસથી તેજીવાળા ઓપરેટરો હળવા થઈ રહ્યા છે.

  • બીએસઈનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન 1.92 લાખ કરોડ રૂપિયા ઘટી ગયું છે.
  • ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 375 પોઈન્ટ તૂટી ગયો હતો, માર્કેટ બંધ થતી વખતે બાઉન્સબેક થયો હતો.
  • સેન્સેક્સ અને નિફટી 8 જુલાઈના નીચા લેવલ પર આવી ગયો છે.
  • તમામ સેકટરના ઈન્ડેક્સ માઈનસમાં બંધ
  • રોકડાના શેરોમાં ભારે વેચવાલી ચાલુ રહી, બીએસઈ મીડકેપ ઈન્ડેક્સમાં 400.82નું ગાબડું
  • શેલ કંપનીઓના સમાચાર પાછળ નાની કીમતના શેરોમાં ભારે વેચવાલી ચાલુ રહી, બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 563.42 તૂટ્યો
  • કોસ્મો ફિલ્મ્સનો નફો 50 ટકા ઘટી રૂ.9.2 કરોડ આવ્યો છે, 2017ના પ્રથમ કવાર્ટરમાં નફો 18.3 કરોડ હતો.
  • કોસ્મો ફિલ્મ્સના પરિણામ પછી કંપનીઓના સીઈઓએ કહ્યું હતું કે આગામી કવાર્ટરમાં નફા પર દબાણ રહેવાની શક્યતા ખુબ ઓછી છે.
  • પરાગ મિલ્કનો Q1માં નફો 3 ટકા વધી રૂ.10.5 કરોડ આવ્યો
  • વરુણ બેવરેજીસનો નફો 20 ટકા વધી રૂ.245 કરોડ નોંધાયો, કુલ આવક 2.3 ટકા ઘટી રૂ.1939 કરોડ આવી.
  • મધરસન સુમીનો Q1માં નફો 20.9 ટકા ઘટી રૂ.347.30 થયો છે, કુલ આવક 25.8 ટકા વધી રૂ.13,366 કરોડ આવ્યો.
  • ભેલ(બીએચઈએલ) Q1માં નફો 3.9 ટકા વધી રૂ.81 કરોડ આવ્યો છે, કુલ આવક 1.5 ટકા ઘટી રૂ.5,732 કરોડ થઈ
  • અદાણી પાવરનો Q1માં રૂપિયા 454 કરોડની ખોટ ગઈ છે, કુલ આવક 3.8 ટકા વધી રૂ.5590 કરોડની થઈ છે.
  • ભારત ફોર્જનો Q1માં નફો 43.4 ટકા વધી રૂ.175 કરોડ થયો છે. કંપનીએ એક શેરે એક બોનસ શેરની જાહેરાત કરી છે.
  • ટેલીકોમ કમીશનની 31 ઓગસ્ટે અતિમહત્વની બેઠક મળશે. જેમાં કંપનીઓને રાહત આપવા અંગે વિચારણા થશે.

Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS