Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી- નવા વર્ષમાં ટેક્સ બચાવવા માટે ઈક્વિટી લિંકડ સેવિંગ્સ સ્કીમ(ઈએલએસએસ) સૌથી સારો વિકલ્પ છે. ELSS  હેઠળ છેલ્લા 3 વર્ષમાં 18.7 ટકા સીઈજીઆરનું રિટર્ન આપ્યું છે. અને પાંચ વર્ષમાં તેમાં 17.46 ટકા સીઈજીઆરનું રિટર્ન મળ્યું છે. માત્ર રિટર્ન જ ELSSની  ખાસીયત નથી. ELSS ફંડની વાર્ષિક કિંમત પણ 2.5થી 2.75 ટકા જેટલી છે. અને તેમના તમામ ચાર્જ, પોર્ટફોલિયો અને ટ્રાન્ઝેક્શન જાહેર  કરવામાં આવે છે. આ ઉપરાંત ઈએલએસએસ દ્વારા જે રિટર્ન મળે છે તે પણ ટેક્સ ફ્રી હોય છે.

ટેક્સ બચાવનારા રોકાણમાં ઈએલએસએસ સૌથી ઓછા સમય માટે પૈસા લોક રાખે છે. તેમાં ત્રણ વર્ષના લોક-ઈન પિરિયડ હોય છે. ઈ કેવાઈસી શરું થયા બાદ અહીં રોકાણ કરવું ખુબજ સરળ થઈ ગયું છે. ટ્રેડિશનલ ઈન્શ્યોરન્સ પ્લાન સૌથી વધારે સલામત હોય છે, પણ તેમાં સૌથી ઓછું રીટર્ન મળે છે. તેમાં કમિશન પણ વધારે વસુલવામાં આવે છે. પારદર્શકતાના મામલામાં તેનો રેકોર્ડ નબળો રહ્યો છે. આ ઉપરાંત યુલિપમાં પણ સરળતાથી ઓનલાઈન માધ્યમ દ્વારા રોકાણ કરી શકાય છે.

જો તમે નિવૃત્તિ સુધી પૈસા બ્લોક કરવા તૈયાર છો તો, એનપીએસ પણ ટેક્સની બચત માટે સારો વિકલ્પ છે. નેશનલ પેન્શન સિસ્ટમ(એનપીએસ) રેકિંગમાં ત્રીજા નંબરે આવે છે. ઈન્વેસ્ટમેન્ટ મેન્ડેટ અને ટેક્સ કાયદામાં ફેરફારને કારણે તેમાં રોકાણ કરવાનો થોડો ક્રેઝ વધ્યો છે.

સેક્શન 80સીસીડી (1બી) હેઠળ એનપીએસમાં 50,000 રૂપિયા સુધીના રોકાણ પર અલગથી ટેક્સ છૂટ મેળવી શકો છો.અગ્રેસિવ યૂલિપ પ્લાનથી છેલ્લા પાંચ વર્ષમાં વાર્ષિક 12 ટકા રિટર્ન મળ્યું છે. પીએફ પણ ટેકસ બચાવવા માટે સારો વિકલ્પ છે. જો તમે ચાલું નાણાકીય વર્ષ માટે ટેક્સ બચાવવા ઈચ્છો છો તો પીપીએફમાં રોકાણ કરવું જોઈએ, જેના પર 8 ટકા રિટર્ન મળી રહ્યું છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS