Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

સીરિયા- ISIS આતંકી સંગઠનને વિશ્વમાં આતંકના પર્યાય કરીકે ઓળખવામાં આવે છે. આ જૂથ સાથે સંકળાયેલા આતંકીઓ બ્રિટન, ફ્રાંસ, જર્મની અને અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોમાં હુમલા કરી ચુક્યા છે પરંતુ એક નાનકડો દેશ છે જેના પણ ISIS આંખ ઉંચી કરીને જોવાની પણ હિમ્મત કરી શક્યું નથી. એવું પણ નથી કે આ દેશ ISISનો મિત્ર છે. આ દેશ સાથે અનેક મુસ્લિમ દેશોને વિખવાદ છે. તેમ છતાં ISIS અહીં હુમલો કરતા ડરી રહ્યું છે. આ દેશ છે ઇઝરાયેલ.

તાજેતરમાં ઇઝરાયેલના પૂર્વ સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે, ISISના આતંકી જૂથે ઇઝરાયેલના કબજા હેઠળના સીરિયાના એક વિસ્તારમાં ઇઝરાયલી આર્મીની એક ટુકડી પર હુમલો કર્યો હતો પરંતુ ત્યારબાદ તરત જ તેમણે માફી માગી હતી.

ઈઝરાયેલના અખબારના જણાવ્યા અનુસાર આ હુમલા બાદ ઇઝરાયલી આર્મીએ સીરિયન ગોલન હાઇટ્સ ખાતે આ આતંકી જૂથ વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો અને હવાઈ હુમલા તેમજ ટેન્ક દ્વારા તેમના પર હુમલો કર્યો હતો. જેમાં 4 આતંકી માર્યા ગયા હતા. ઈઝરાયેલ દ્વારા આતંકીઓના છૂપાવવાના ઠેકાણે સતત હુમલો કરાયા બાદ આતંકવાદી જૂથ દ્વારા ઈઝરાયેલ પર કરવામાં આવેલા હુમલા અંગે માફી માગવામાં આવી હતી.

જોકે એ અંગે હજી સુધી કોઈ માહિતી જાણવા નથી મળી કે, ISIS જેવા આતંકી સમુહે ઈઝરાયેલની માફી ક્યા કારણોસર માગી હતી. તેમજ ઇઝરાયેલી સેના દ્વારા પણ આ ઘટના અંગે કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે, આ ઘટના બાદ ISIS  દ્વારા હજી સુધી ઈઝરાયેલના કબજા વાળા સીરિયન પ્રદેશમાં આતંકી પ્રવૃત્તિ કરવામાં નથી આવી. તેમજ ઈસ્લામિક સ્ટેટમાં ગયેલા અને જીવતા પરત ફરેલા એક પશ્ચિમી દેશના પત્રકારે જણાવ્યું કે, ISIS ફક્ત ઈઝરાયેલથી ડરે છે. ‘મારું માનવું છે કે, ઈઝરાયેલ એક માત્ર એવો દેશ છે જે ISISને હરાવી શકે છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS