Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મોસ્કો- હાલના સમયમાં જ્યારે વિશ્વના અનેક દેશો સાયબર એટેક રેન્સમવેરથી પ્રભાવિત થયા છે, જેનાથી અનેક દેશોમાં મેડિકલ સહિતની અનેક સેવાઓ ખોરવાઈ છે, ત્યારે તેનાથી બચવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે રશિયામાં આ માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આ ઉપાય ધર્મ સાથે જોડાયેલો છે.

રશિયામાં ચર્ચના પાદરીએ સરકારી કોમ્પ્યુટર્સ અને સર્વર રુમને વાયરસના એટેકથી બચાવવા પવિત્ર જળનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જેથી કોમ્પ્યુટર્સ અને સર્વર રુમને રેન્સનવેરના એટેકથી બચાવી શકાય. લંડનમાં પણ સાયબર એટેક બાદ આંતરિક મામલાના મંત્રાલયે ચર્ચના પાદરીને બોલાવ્યા અને કોમ્પ્યુટર્સ અને સર્વર રુમને વાયરસના એટેકથી બચાવવા તેમાં પવિત્ર જળનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

એક અંગ્રેજી વેબસાઈટના જણાવ્યુ અનુસાર રશિયાના સોશિયલ મીડિયામાં હાલમાં એવા ઘણા ફોટા વાયરલ થયા છે, જેમાં ચર્ચના મુખ્ય પાદરી કોમ્પ્યુટર્સ અને સર્વર રુમને વાયરસના એટેકથી તેમાં પવિત્ર જળનો છંટકાવ કરતા નજરે પડી રહ્યા છે. આ ફોટાઓ ટ્વીટર ઉપર પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. જેને @EnglishRussia1 હેંડલરથી શેર કરવામાં આવ્યા છે.

ફોટો શેર કરનારા શખ્શે લખ્યું છે કે, ચર્ચના પાદરીએ એ સુનિશ્ચિત કર્યું કે, રશિયાના કોઈપણ કોમ્પ્યુટર્સ પર સાયબર એટેકની અસર ન થાય. આપને જણાવી દઈએ કે, રશિયામાં ચર્ચ સત્તાનું એક મુખ્ય કેન્દ્ર છે અને ચર્ચ અને સરકાર વચ્ચે મહત્વના સંબંધો હોય છે.

આ ચર્ચના પાદરીએ એકવાર રશિયાના પ્રમુખ પુતિનને પણ ઈશ્વરનો ચમત્કાર ગણાવ્યા હતા. આપને જણાવી દઈએ કે, રશિયામાં વર્ષોથી એક પ્રથા ચાલી આવે છે, જેમાં ચર્ચના પાદરી કોમ્પ્યુટર્સને આધુનિક વિજ્ઞાનના મશીનોને પણ પોતાનો આશીર્વાદ આપે છે અને તેને બહારની તકલીફોથી બચાવવા તેના ઉપર પવિત્ર જળનો છંટકાવ કરવામાં આવે છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS