Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી – નાણાંપ્રધાન અરૂણ જેટલીએ આજે સ્પષ્ટતા કરી દીધી છે કે રૂ. 2000ના મૂલ્યની ચલણી નોટ બંધ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી.

આ નોટ ગયા નવેંબરની 8મીની મધરાત બાદ લાગુ કરાયેલી નોટબંધી બાદ ચલણમાં મૂકવામાં આવી હતી.

2016ની 9 નવેંબરે રૂ. 500 અને રૂ. 1000ના મૂલ્યની જૂની નોટ્સ ચલણમાંથી હટાવી લેવાયા બાદ ભારતીય રીઝર્વ બેન્કે રૂ. 2000 અને રૂ. 500ની નવી બેન્કનોટ્સ બહાર પાડી હતી.

જેટલીએ આજે લોકસભામાં એક લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું કે રૂ. 2000ની ચલણી નોટ બંધ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી.

જેટલીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતીય રીઝર્વ બેન્કના કરન્સી ચેસ્ટમાં 2016ની 10 ડિસેંબરના રોજ રૂ. 500 અને રૂ. 1000ની પાછી આવી ગયેલી નોટ્સનો આંકડો વધીને રૂ. 12.44 લાખ કરોડ નોંધાયો હતો.

2017ની 3 માર્ચ સુધીમાં ચલણમાં રૂ. 12 લાખ કરોડની નોટ્સ ફરતી હતી, જે આંકડો 27 જાન્યુઆરીએ રૂ. 9.921 લાખ કરોડ હતો.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS