Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

પુણેનો ઓફ્ફ-સ્પિનર વોશિંગ્ટન સુંદર MoM

મુંબઈ – રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ ટીમે આજે અહીં વાનખેડે સ્ટેડિયમ ખાતે આઈપીએલ-10ની પહેલી ક્વોલિફાયર મેચમાં ભૂતપૂર્વ વિજેતા મુંબઈ ઈન્ડિયન્સને 20-રનથી હરાવીને આંચકો આપ્યો છે. આ જીત સાથે પુણે ટીમ સ્પર્ધાની ફાઈનલમાં પહોંચી છે. ફાઈનલ મેચ 21 મેએ હૈદરાબાદમાં રમાનાર છે.

ટોસ હાર્યા બાદ પુણે ટીમે તેની 20 ઓવરમાં 4 વિકેટે 162 રન કર્યા હતા. અજિંક્ય રહાણે રહાણેએ 56, મનોજ તિવારીએ 58 અને મહેન્દ્ર સિંહ ધોનીએ 26 બોલમાં અણનમ 40* રન (પાંચ છગ્ગા) કર્યા હતા.

તેના જવાબમાં, પોઈન્ટ્સ ટેબલમાં નંબર-1 રહેલી મુંબઈની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 142 રન કરી શકી હતી. એક માત્ર વિકેટકીપર પાર્થિવ (52) પુણેના બોલરો સામે ઝીંક ઝીલી શક્યો હતો. બીજા કોઈ બેટ્સમેનનો સ્કોર ઉલ્લેખ કરવા જેવો નથી. પુણે ટીમના બોલરો – ઓફ્ફ સ્પિનર વોશિંગ્ટન સુંદર અને ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે 3-3 વિકેટ ઝડપી હતી. 17 વર્ષના સુંદરે 4 ઓવરમાં 16 રનમાં 3 વિકેટ લીધી હતી.

મુંબઈ ટીમને ફાઈનલમાં પ્રવેશ કરવાની હજી એક તક છે. આવતી કાલે, બેંગલુરુમાં ગયા વર્ષની ચેમ્પિયન સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાનાર એલિમિનેટર મેચમાં જે ટીમ વિજેતા બનશે એની સામે પુણેએ 19 મેએ બેંગલુરુમાં રમવું પડશે. જો એ મેચમાં તે જીતશે તો 21મીની ફાઈનલમાં તે ફરી પુણે સામે રમી શકશે.

પુણેના ઓફ્ફ-બ્રેક બોલર વોશિંગ્ટન સુંદરને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS