Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદ– શેરબજારમાં એકતરફી તેજીની આગેકૂચ રહી હતી. સપ્તાહના પ્રથમ દિવસે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને આઈટી સેકટરના શેરોની રાહબરી હેઠળ શેરોની જાતે-જાતમાં નવા ઊંચા મથાળે પણ નવી લેવાલી ચાલુ રહી હતી. જેથી સેન્સેક્સ અને નિફટીએ ઈન્ટ્રા-ડેમાં નવી રેકોર્ડ હાઈ બનાવી હતી. જો કે ઊંચા મથાળે સામાન્ય પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. તેમજ ડે ટ્રેડરોએ પણ નફો બુક કર્યો હતો. તેમ છતાં ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ અને નિફટી બંધ રહ્યા હતા.

સપ્તાહના પ્રથમ દિવસે એશિયાઈ સ્ટોક માર્કેટની મજબૂતીના અહેવાલોને પગલે ભારતીય શેરોના ભાવ ઊંચા ખુલ્યા હતા. નવી લેવાલીનો દોર ચાલુ રહ્યો હતો. દેશમાં ચારેકોર વરસાદ છે. વાવણીલાયક વરસાદ થયો છે. જગતનો તાત ખુશ છે. તેની સાથે વિદેશના સ્ટોક માર્કેટના પોઝિટિવ અહેવાલો પાછળ શેરબજારનું સેન્ટિમેન્ટ તેજીમય રહ્યું હતું. જીએસટીનો સુખરૂપ અમલ થઈ ગયો છે. સારા વરસાદથી ઈકોનોમીને વેગ મળશે. તેમજ એફઆઈઆઈ પણ બાયર રહી છે. સામે સ્થાનિક નાણા સંસ્થાઓ પણ બાયર છે. સાથે તેજીવાળા ખેલાડીઓ પણ બુલિશ હતા. જેથી તમામ સેકટરના શેરોમાં નવી લેવાલીથી તેજીની આગેકૂચ રહી હતી.

  • બેંક નિફટીએ રેકોર્ડબ્રેક નવી હાઈ સપાટી બનાવી હતી.
  • બેંક નિફટીએ 27,000ની સપાટી સૌપ્રથમવાર કૂદાવી હતી.
  • સમગ્ર દેશમાં વરસાદ પછી હવે વાવેતરમાં ઝડપી વૃધ્ધિ નોંધાઈ છે.
  • ગત વર્ષ કરતાં આ વર્ષે અંદાજે 8 ટકા વાવેતર વધુ થયું છે અને દેશમાં અંદાજે 563 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થઈ ચુક્યું છે.
  • દાળનું વાવેતર 25 ટકા વધારે 75 લાખ હેકટરમાં થયું છે.
  • કપાસનું વાવેતર પણ 12 ટકા વધ્યું છે, અને અનાજનું વાવેતર 5 ટકા વધુ થયું છે.
  • જુબિલિયન્ટ ફૂડનો નફો 25.5 ટકા વધી 24 કરોડ રૂપિયા આવ્યો છે.
  • રોકડાના શેરોમાં સામાન્ય લેવાલી અને વેચવાલી આવી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 10.04 પ્લસ બંધ હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 2.07 પ્લસ બંધ હતો.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS