Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

રાંચી – ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અહીં ત્રીજી ટેસ્ટ મેચ આજે પાંચમા અને છેલ્લા દિવસે ડ્રોમાં પરિણમી છે.

પહેલા દાવમાં ભારતથી 152 રન પાછળ રહેવાથી નર્વસનેસ સાથે ઓસ્ટ્રેલિયાએ તેના બીજા દાવમાં 6 વિકેટે 204 રન કર્યા હતા ત્યારે જ મેચને ડ્રો તરીકે પડતી મૂકી દેવામાં આવી હતી. એ વખતે પીટર હેન્ડ્સકોમ્બ 72 રન અને મેથ્યૂ વેડ 9 રન સાથે દાવમાં હતો.

ચાર-મેચોની સિરીઝ હજી પણ 1-1થી સમાન છે. ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ 25 માર્ચથી ધરમસાલામાં રમાશે.

રાંચી ટેસ્ટમાં પહેલા દાવમાં શાનદાર 202 રન કરનાર ચેતેશ્વર પૂજારાને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો છે. પૂજારાએ કારકિર્દીમાં આ 11મી ડબલ સેન્ચૂરી ફટકારી છે. એણે વિજય મરચંટના વિક્રમની બરોબરી કરી છે. ભારત વતી સૌથી લાંબી ટેસ્ટ ઈનિંગ્ઝ રમવાનો વિક્રમ પણ પૂજારાએ પોતાના નામે કર્યો છે. એણે 525 બોલનો સામનો કર્યો હતો.

ઓસ્ટ્રેલિયાએ બે વિકેટે 23 રનના તેના રવિવારના અધૂરા દાવને આજે આગળ વધાર્યો હતો. તેને માથે 152 રનનું દેવું હતું. એ તેણે એ પૂરું કરીને 52 રન બનાવ્યા હતા.

ભારત આજે ઓસ્ટ્રેલિયાને બીજા દાવમાં વહેલું ઓલઆઉટ કરીને મેચ જીતવામાં સફળ રહેશે એવી ધારણા હતી, પણ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ ભારતના બોલરોનો સામનો કર્યો હતો અને મેચને ભારતના હાથમાં જવા દીધી નહોતી.

ગઈ કાલે ઓસ્ટ્રેલિયાએ ડેવિડ વોર્નર (14) અને નેથન લિયોન બે રન કરીને આઉટ થયો હતો. એ બંને વિકેટ ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજાએ લીધી હતી. જાડેજાએ આજે વધુ બે વિકેટ લીધી હતી. એના આજના શિકાર છે – કેપ્ટન સ્ટીવ સ્મીથ (21) અને શોન માર્શ (53).

ગઈ કાલના અણનમ બેટ્સમેન મેટ રેન્શો (15)ને આઉટ કરવામાં સફળ થયો હતો ફાસ્ટ બોલર ઈશાંત શર્મા જ્યારે ગ્લેન મેક્સવેલ (2)ને ઓફ્ફ સ્પિનર આર. અશ્વિને આઉટ કર્યો હતો.

પહેલા દાવમાં પાંચ વિકેટ લેનાર જાડેજાએ બીજા દાવમાં ચાર વિકેટ લીધી હતી.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS