Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી– બિહારના હાલના રાજ્યપાલ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ પદના એનડીએના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ભાજપ સંસદીય દળની બેઠક પછી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે તેમના નામની જાહેરાત કરી છે.

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએ ઉમેદવારના નામ પર પસંદગી કરવા માટે આજે ભાજપ સંસદીય દળની બેઠક મળી હતી. જે અતિમહત્વની બેઠકમાં અંદાજે એક કલાક સુધી મંથન થયું હતું. દિલ્હીના ભાજપ મુખ્ય કાર્યાલય પર આ બેઠક યોજાઈ હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી પ્રમુખ અમિત શાહ સહિત સુષમા સ્વરાજ, વેંકૈયા નાયડુ, અનંત સિંહ, થાવરચંદ ગહલોત સહિતના વરિષ્ઠ નેતાઓ સામેલ હતા.

28 જૂને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નોમીનેશન ફાઈલ કરવાની છેલ્લી તારીખ છે, તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24થી 27 જૂન સુધી અમેરિકાની યાત્રા પર ચે. માટે વડાપ્રધાનની હાજરીમાં રાષ્ટ્રપતિ ઉમેદવારનું નોમીનેશન ફાઈલ થાય અને તેમાં હવે વધારે સમય બચ્યો નથી. ભાજપે તમામ વિપક્ષી નેતાઓ સાથે આ મુદ્દે વાતચીત કરી લીધી છે. ભાજપનો પ્રયત્ન છે કે આમ સહમતિથી રાષ્ટ્રપતિ બને. જો કે ઉમેદવારનું નામ ન બતાવ્યું હોવાથી વિપક્ષી પાર્ટીઓએ ટેકો આપવા કોઈ આશ્વાસન આપ્યું ન હતું.

આ પહેલા રવિવારે શહેરી વિકાસ પ્રધાન વેંકૈયા નાયડુંએ ક્હયું હતું, અમે સહયોગીઓ અને વિપક્ષી દળો સાથે વિસ્તૃત ચર્ચા કરી છે, હવે સંસદીય દળની બેઠકમાં જ બોર્ડ સંભિવત નામો પર વિચાર કરશે અને ઝડપથી પોતાનો નિર્ણય જાહેર કરશે.

રામનાથ કોવિંદનો પરિચય

  • રામનાથ કોવિંદ કાનપુરના રહેવાસી છે.
  • 1 ઓકટોબર 1945ના રોજ ઉત્તર પ્રદેશના કાનપુરમાં જન્મ થયો છે.
  • ભાજપ દલિત મોરચાના અધ્યક્ષ રહી ચુક્યા છે.
  • ઉત્તર પ્રદેશમાંથી બે વખત રાજ્યસભામાં સાંસદ રહી ચુક્યા છે.
  • વ્યવસાયે વકીલ એવા કોવિંદ ઑલ ઈન્ડિયા કોળી સમાજના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.
  • 1994માં ઉત્તર પ્રદેશમાં પહેલી વાર રાજ્યસભાના સાંસદ તરીકે પસંદ પામ્યા હતા.
  • 2006 સુધી તેઓ સાંસદ રહ્યા હતા.
  • રામનાથ કોવિંદ કેટલીય સંસદીય કમિટીઓના અધ્યક્ષ રહી ચુક્યા છે.
  • રાષ્ટ્રપતિની આગામી ચૂંટણીને લઈને NDAમાં ચર્ચાનો દોર પૂર્ણ થયો છે. હવે ઉમેદવારના નામની જાહેરાત ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં કરવામાં આવી શકે છે. સૂત્રોનું માનીએ તો પાર્ટીમાં એક વાત પર સહમતિ બની છે કે, કોઈ સક્રિય રાજનેતાને જ દેશના સર્વોચ્ચ પદ માટે આગળ લાવવામાં આવે.NDAના સાથી પ્રધાન રામવિલાસ પાસવાન સાથેની મુલાકાત બાદ વેંકૈયા નાયડુએ જણાવ્યું કે NDAના રાષ્ટ્રપતિ ઉમેદવારની જાહેરાત 23 જૂન પહેલાં કરવામાં આવશે. નાયડુએ કહ્યું કે, મેં રામવિલાસ પાસવાનને રાષ્ટ્રપતિ ચૂંટણી સંબંધિત તમામ ઘટનાક્રમ અંગે જાણ કરી છે. તેમણે જણાવ્યું કે, તેમનો મત સ્પષ્ટ છે અને PM મોદી જે નિર્ણય કરશે, તે પાસવાનને માન્ય હોવાનું તેમણે જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે, 24 જૂને PM વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે, તે પહેલા નિર્ણય લેવો પડશે.

    ત્યારબાદ નાયડુએ ગૃહપ્રધાન રાજનાથસિંહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી તેમને વિરોધ પક્ષ અને સહયોગી પક્ષના નિર્ણયથી માહિગાર કર્યા હાત. વેંકૈયા નાયડૂએ સપા નેતા રામગોપાલ યાદવ અને નરેશ અગ્રવાલ સાથે પણ ફોન પર વાત કરી. તૃણમૂલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ જણાવ્યું છે કે, પ્રણવ મુખર્જીને જ બીજા કાર્યકાળ માટે નિયુક્ત કરવા જોઈએ. ઉલ્લેખનીય છે કે, વેંકૈયા નાયડૂ અને રાજનાથસિંહે સોનિયા ગાંધી સહિત કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે પણ રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને મુલાકાત કરી હતી.

    ભાજપના એક વરિષ્ઠ નેતાએ પ્રસિદ્ધ અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં જણાવ્યું કે, શિવસેના ભાજપનો સાથ આપશે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિની ગત બે ચૂંટણીમાં શિવસેનાએ ભાજપ સાથે છેડો ફોડી UPAના ઉમેદવારને સમર્થન આપ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથેની મુલાકાત બાદ અમિત શાહે તેમને પોતાની સાથે આવવા માટે મનાવી લીધા છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS