Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી- વેંકૈયા નાયડુએ આજે દેશના 13મા ઉપરાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળી લીધો છે. તેમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ ભવનમાં પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કરાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વેંકૈયા નાયડુએ હિંદીમાં શપથ લીધા હતા.  નાયડુ રાજ્યસભાના સભાપતિ તરીકે પણ પદભાર સંભાળશે.

વેંકૈયા નાયડુના શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, ગૃહપ્રધાન રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા.

આપને જણાવી દઈએ કે, ગત 5 ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી થઈ હતી. જેમાં NDAના ઉમેદવાર વેંકૈયા નાયડુએ UPAના ઉમેદવાર ગોપાલકૃષ્ણ ગાંધીને હરાવ્યા હતા. ગઈકાલે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીના કાર્યકાળનો અંતિમ દિવસ હતો.

શપથગ્રહણ સમારોહ પહેલાં વેંકૈયા નાયડુ તેમના નિવાસસ્થાન 30 APJ  અબ્દુલ કલામ રોડથી રાજઘાટ પહોંચ્યા હતાં. જ્યાં તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ઘાંજલિ આપી હતી. ત્યારબાદ તેઓ DDU પાર્ક ગયા હતા. અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલિ આપી હતી. ઉપરાંત નાયડુએ પટેલ ચોક જઈ સરદાર વલ્લભભાઈ પટેલને પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS